Vadodara : મંત્રી બન્યા બાદ ડો. મનીષાબેન વકીલ પહેલી વખત પાર્ટી કાર્યાલય પહોંચ્યા, જાણો શું કહ્યું
- વડોદરાના મહિલા ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ
- ડો. મનીષાબેન વકીલ ફરી રાજ્ય સરકારના મંત્રી બન્યા
- મહિલા અને બાળ વિકાસ વિભાગની મોટી જવાબદારી મળી
Vadodara : રાજ્ય સરકાર દ્વારા ગતરોજ નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરાના (Vadodara) વાડી વિધાનસભાના મહિલા ધારાસભ્ય ડો. મનીષાબેન વકીલને (Dr. Manishaben Vakil) સમાવવામાં આવ્યા છે. તેમને મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો) (Women And Child Development Minister Of Gujarat), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી) નો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ગતરોજ મંત્રી તરીકે શપથ લીધા બાદ આજે ડો. મનીષાબેન વકીલ વડોદરા શહેર ભાજપના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ તકે તેમણે વડોદરાને આગળ લાવવાની નેમ વ્યક્ત કરી છે.
બહેનોનો યોજના થકી લાભ મળે
મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી) નો કાર્યભાર મંત્રી ડો. મનીષાબેન વકીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે ધનતેરસ છે, તે નિમિત્તે આજે કાર્યાલય આવવાનું થયું છે. આજે કાર્યાલયમાં પૂજનનો કાર્યક્રમ હતો. બધા કાર્યકર્તાઓને મળવાનું થયું છે. ગઇ કાલે મેં શપથ લીધી છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસના વિભાગની જવાબદારી મને સોંપવામાં આવી છે. ગુજરાતની બહેનોનો યોજના થકી લાભ મળે, સરકારની યોજના નીચે બુથ સુધી પહોંચે, તેના પ્રયાસો કરવામાં આવશે.
વડોદરાને આગળ લાવીશું
તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક જિલ્લા સુધી પહોંચવાના અમારા અથાગ પ્રયત્નો રહેશે. જેથી કરીને દરેક જિલ્લાઓની બહેનોને મળી શકું, તેમની તકલીફો જાણી શકું, અને તેનું નિવારણ લાવવાના પ્રયાસો કરી શકું. સાથે વડોદરા શહેર-જિલ્લાના આગેવાનો, અને કાર્યકર્તાઓના સપોર્ટથી ખુબ સારૂ કામ કરીને, વડોદરા કેવી રીતે વધારે વિકસીત થાય, તમામને સાથે રાખીને વડોદરાને કેવી રીતે સારો આકાર આપી શકીએ, તે પ્રયત્ન કરીશું, અને તે રીતે વડોદરાને આગળ લાવીશું.
આ પણ વાંચો ----- Vadodara : હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટની સાઇટ પરથી JCB વડે મહાકાય મગરનું રેસ્ક્યૂ


