Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડાપ્રધાન મોદીએ સાંસદ પાસેથી વિશ્વામિત્રી પ્રોજેક્ટની માહિતી મેળવી

VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા વડાપ્રધાન અને ગૃહમંત્રીને ઓપરેશન સિંદૂરની કલાત્મક પ્રતિકૃતિ ભેંટ સ્વરૂપે આપવામાં આવી છે
vadodara   વડાપ્રધાન મોદીએ સાંસદ પાસેથી વિશ્વામિત્રી પ્રોજેક્ટની માહિતી મેળવી
Advertisement
  • વડોદરાના સાંસદે ઓપરેશન સિંદૂરની કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરાવી
  • આ પ્રતિકૃતિને વડાપ્રધાન મોદી અને દેશના ગૃહમંત્રીને ભેંટ સ્વરૂપે અપાઇ
  • વડાપ્રધાન મોદીએ વડોદરાના હાલચાલ જાણ્યા

VADODARA : હાલ દેશની સંસદમાં ચોમાસુ સત્ર (MONSOON SEASSION - 2025) ચાલી રહ્યું છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) તેમાં નિયમીત હાજરી આપીને વડોદરા સહિત દેશના મહત્વના પ્રશ્ને રજુઆત કરી રહ્યા છે. સાથે જ સાંસદે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ (HOME MINISTER OF INDIA - AMIT SHAH) ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) ની કલાત્મક પ્રતિકૃતિ ભેંટ સ્વરૂપે આપી છે. આ અંગે મીડિયા સાથેની વાતમાં સાંસદે કહ્યું કે, વડાપ્રધાન મોદી જોડેની મુલાકા દરમિયાન તેમનું માર્ગદર્શન મેળવ્યું છે. અને વડાપ્રધાન મોદીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી છે.

ભારત સરકારના નેતૃત્વના વખાણ

દુશ્મન દેશ પાકિસ્તાન પર થયેલા ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત સંસદનું સત્ર યોજાયું છે. જેમાં સરકારે ઝીણવટભરી રીતે ઓપરેશન સિંદૂરની સફળતા સદનમાં મુકી છે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઇને દુનિયાભરમાં ભારત સરકારના નેતૃત્વના વખાણ થઇ રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા વડાપ્રધાન અને ગૃહમંત્રીને ઓપરેશન સિંદૂરની કલાત્મક પ્રતિકૃતિ ભેંટ સ્વરૂપે આપવામાં આવી છે. સાથે જ તેમનું માર્ગદર્શન મેળવ્યું છે.

Advertisement

આતંકવાદ અને આતંકવાદીઓના આકાઓને ડોઝ આપ્યો

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, જ્યારથી વડાપ્રધાન મોદીજીએ દેશની ધુરા સંભાળી છે, તેમાં થયેલા આતંકવાદી હુમલાઓને જોઇ લો, સરકારે માત્ર ડોઝીયર મોકલીને સંતોષ નથી માણ્યો, પરંતુ આતંકવાદ અને આતંકવાદીઓના આકાઓને ડોઝ આપ્યો છે. દરેક હુમલાની સામે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે ઓપરરેશન સિંદુર એક કેસ સ્ટડી બને તેવું ઓપરેશન હાથ ધર્યું છે. તેની માટે સંસદમાં પણ બે દિવસ સુધી સત્ર ચાલ્યું હતું.

Advertisement

વડાપ્રધાને વડોદરાના હાલચાલ પુછ્યા છે

તેમણે વધુમાં જણાવ્યું કે, દુશ્મન દેશમાં દુનિયામાં ખુલ્લુ પાડવા માટેના પ્રતિનિધિ મંડળમાં પણ મારો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રીને ઓપરેશન સિંદૂરની કલાનગરી પ્રતિકૃતિ આપી છે. વડોદરા કલા નગરી અને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. અને તેમનું માર્ગદર્શન મેળવ્યું છે. તેમની સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી છે. વડાપ્રધાને વડોદરાના હાલચાલ પુછ્યા છે, વિશ્વામિત્રીનું કામ ક્યાં પહોંચ્યું તેની માહિતી મેળવી છે, સાથે જ તેમણે વડોદરાને યાદગીરી આપી છે.

આ પણ વાંચો ---- VADODARA : શિનોરની પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળાનો દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સમાવેશ

Tags :
Advertisement

.

×