VADODARA : SSG હોસ્પિટલમાં એક સ્ટ્રેચર પર ત્રણ દર્દીઓને બોટલ ચઢાવાયા
- MSU માં ફૂડ પોઈઝનીંગની સામુહિક અસરને પગલે દોડધામ
- જે મળ્યું તે વાહનોમાં વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી
- એસએસજી હોસ્પિટલ ફૂલ થઇ જતા ગોત્રી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવી પડી
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની ગર્લ્સ હોસ્ટેલ (GIRLS HOSTEL) માં ગતરાત્રે જમ્યા બાદ મોડી રાત્રે વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનીંગ (FOOD POISONING) ની સામુહિક અસરનો કિસ્સો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા જણાતા તેઓને સરકારી, અને ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મોડી રાત્રે સરકારી એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) માં તો એક સ્ટ્રેચર પર ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓને બેસાડીને બોટલ ચઢાવવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ બોટલ મુકવા માટેના સ્ટેન્ડના અભાવે બિમાર વિદ્યાર્થીનીઓએ પોતે જ પોતાના બોટલ બીજા હાથથી પકડી રાખ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એસએસજી હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીનીઓને એડમીટ કરાઇ છે, જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓને ગોત્રી મેડિકલ કોલેજ-હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સ, ખાનગી કાર, કે પછી રીક્ષા જે વાહન મળ્યું તેમાં લઇ જવાયા
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેન્ટીની મેસમાં મળતા ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વખત રજુઆતો કરાઇ છે. પરંતુ તંત્રએ ક્યારે એ રજુઆતોને ધ્યાને લઇને કાર્યવાહી કરી નથી. જેથી આજે મોટી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ ગત રાત્રે જમ્યા બાદ, મોડી રાત્રે તેમનામાં ફૂડ પોઈઝનીંગની સામુહિક અસર જોવા મળી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ પેટમાં દૂખાવો અને ઉલ્ટીની ફરિયાદ સાથે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં ફૂડ પોઇઝનીંગની અસરના કારણે એમ્બ્યુલન્સ, ખાનગી કાર, કે પછી રીક્ષા જે વાહન મળ્યું તેમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
એક સ્ટ્રેચર પર ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓને બેસાડીને સારવાર અપાઇ
સુત્રોએ ઉમેર્યું કે, એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા હાઉસફૂલ થઇ જતા ગોત્રી મેડિકલ કોલેજમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે, 60 વિદ્યાર્થીનીઓએ મોડી રાત્રે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. તેમની તુરંત સારવાર શરૂ કરી દેવામાં આવી છે. બાકીના વિદ્યાર્થીનીઓની સારવાર માટે ગોત્રી મેડિકલ કોલેજમાં જાણ કરવામાં આવી છે. અને ત્યાં વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જો કે, એસએસજી હોસ્પિટલની લોબીમાં એક સ્ટ્રેચર પર ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓને બેસાડીને તેમને સારવારના ભાગરૂપે બોટલ ચઢાવવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. બિમાર દિકરીઓને તરત બેડ પર આરામ કરતા બોટલ ચઢાવી શકાય તેવી વ્યવસ્થા ન્હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સાંસદ ડો. હેમાંગ જોષી, ડીસીપી જુલી કોઠિયા સહિતના અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. અને કોઇને તકલીફ ના પડે તેવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
આ પણ વાંચો ---- Vadodara: બ્રિજ ધરાશાયી થવા મુદ્દે માર્ગ અને મકાન વિભાગના સચિવનું નિવેદન સામે આવ્યું


