Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન પૂરૂ પાડનાર એજન્સી પાસે ફૂડ લાયસન્સ જ નથી

VADODARA : ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વખત રજુઆતો કરાઇ છે. પરંતુ તંત્રએ ક્યારે કાર્યવાહી કરી નથી
vadodara   msu માં ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન પૂરૂ પાડનાર એજન્સી પાસે ફૂડ લાયસન્સ જ નથી
Advertisement
  • MSU ની ગર્લ્સ હોસ્ટેલના સંચાલકોની ભારે લાલીયાવાડી સામે આવી
  • લાયસન્સ વગર જ વિદ્યાર્થીનીઓને ભોજન પીરસતી એજન્સીને પાલિકાની નોટીસ
  • યુનિ. તંત્ર સામે અનેક સવાલો ઉઠે તેવી ઘટના

VADODARA : ગતરોજ રાતના સમયે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં (MSU - GIRLS HOSTEL) ભોજન જમ્યા બાદ 104 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનીંગની અસર થઇ હતી. જે બાદ તમામને કાર, એમ્બ્યૂલન્સ, રીક્ષા જે મળ્યું તેમાં હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પાલિકાની ખોરાક શાખાની ટીમો એક્શનમાં આવી છે. અને ટીમો દ્વારા એસડી હોલ ખાતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્યાને આવ્યું કે, ભોજન પૂરુ પાડનાર શિલ્પા હોસ્પિટાલીટી સર્વિસીસ પાસે ધંધો-વેપાર કરવા માટે લાયસન્સ જ નથી. જેથી તેને લાયસન્સ સહિત ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ અન્વયે નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે.

પોતાના બોટલ બીજા હાથથી પકડી રાખ્યા

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની ગર્લ્સ હોસ્ટેલ (GIRLS HOSTEL) માં ગતરાત્રે જમ્યા બાદ મોડી રાત્રે વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનીંગ (FOOD POISONING) ની સામુહિક અસરનો કિસ્સો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા જણાતા તેઓને સરકારી, અને ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મોડી રાત્રે સરકારી એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) માં તો એક સ્ટ્રેચર પર ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓને બેસાડીને બોટલ ચઢાવવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ બોટલ મુકવા માટેના સ્ટેન્ડના અભાવે બિમાર વિદ્યાર્થીનીઓએ પોતે જ પોતાના બોટલ બીજા હાથથી પકડી રાખ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એસએસજી હોસ્પિટલમાં 100 વિદ્યાર્થીનીઓને એડમીટ કરાઇ છે, જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓને ગોત્રી મેડિકલ કોલેજ-હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

Advertisement

એમ્બ્યુલન્સ, ખાનગી કાર, કે પછી રીક્ષા જે વાહન મળ્યું તેમાં લઇ જવાયા

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેન્ટીની મેસમાં મળતા ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વખત રજુઆતો કરાઇ છે. પરંતુ તંત્રએ ક્યારે એ રજુઆતોને ધ્યાને લઇને કાર્યવાહી કરી નથી. જેથી આજે મોટી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ ગત રાત્રે જમ્યા બાદ, મોડી રાત્રે તેમનામાં ફૂડ પોઈઝનીંગની સામુહિક અસર જોવા મળી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ પેટમાં દૂખાવો અને ઉલ્ટીની ફરિયાદ સાથે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં ફૂડ પોઇઝનીંગની અસરના કારણે એમ્બ્યુલન્સ, ખાનગી કાર, કે પછી રીક્ષા જે વાહન મળ્યું તેમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

Advertisement

એક સ્ટ્રેચર પર ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓને બેસાડીને સારવાર અપાઇ

સુત્રોએ ઉમેર્યું કે, એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા હાઉસફૂલ થઇ જતા ગોત્રી મેડિકલ કોલેજમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે, 60 વિદ્યાર્થીનીઓએ મોડી રાત્રે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. તેમની તુરંત સારવાર શરૂ કરી દેવામાં આવી છે. બાકીના વિદ્યાર્થીનીઓની સારવાર માટે ગોત્રી મેડિકલ કોલેજમાં જાણ કરવામાં આવી છે. અને ત્યાં વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જો કે, એસએસજી હોસ્પિટલની લોબીમાં એક સ્ટ્રેચર પર ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓને બેસાડીને તેમને સારવારના ભાગરૂપે બોટલ ચઢાવવામાં આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. બિમાર દિકરીઓને તરત બેડ પર આરામ કરતા બોટલ ચઢાવી શકાય તેવી વ્યવસ્થા ન્હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સાંસદ ડો. હેમાંગ જોષી, ડીસીપી જુલી કોઠિયા સહિતના અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા.

આ પણ વાંચો ---- VADODARA : SSG હોસ્પિટલમાં એક સ્ટ્રેચર પર ત્રણ દર્દીઓને બોટલ ચઢાવાયા

Tags :
Advertisement

.

×