Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : વિદ્યાધામ MSU માં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીનો કિસ કરતો વીડિયો વાયરલ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. યુનિ.ના ચાલુ ક્લાસરૂમમાં તેમજ કેમ્પસના પાર્કિંગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એકબીજાને કિસ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ વિદ્યાર્થી જુથ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તે બાદ ફેકલ્ટી ડીન દ્વારા કડક કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી.
vadodara   વિદ્યાધામ msu માં વિદ્યાર્થી વિદ્યાર્થીનીનો કિસ કરતો વીડિયો વાયરલ
Advertisement
  • યુનિ.ની ગરીમા પર લાંછન લાગે તેવો કિસ્સો સામે આવ્યો
  • યુનિ.ના ક્લાસરૂમ અને કેમ્પસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીનો કિસ કરતો વીડિયો સામે આવ્યો
  • ફેકલ્ટીના ડીન દ્વારા આ મામલે કડક હાથે કાર્યવાહી કરવાની બાંહેધારી આપવામાં આવી છે

Vadodara : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MSU - Vadodara) ચકચારી કિસ કાંડ (Kissing Video Viral) સામે આવ્યો છે. વિદ્યાર્થી-વિદ્યાર્થીની વચ્ચેના બે વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ભારે વાયરલ થવા પામ્યા છે. જેમાં એક વીડિયો ક્લાસરૂમનો અને અન્ય વીડિયો કેમ્પસનો હોવાનું અનુમાન છે. આ વીડિયો સામે આવતાની સાથે જ વિદ્યાર્થી જુથ દ્વારા કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીના ડીનને રજુઆત કરવામાં આવી છે. ડીનનું કહેવું છે કે, આ પ્રકારની હરકત ચલાવી નહીં લેવાય, યુવક-યુવતિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થી જુથ દ્વારા રજુઆત કરાઇ

વડોદરાના વિશ્વવિખ્યાત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેના ગુણવત્તાસભર ભણતર માટે જાણીતી છે. પરંતુ હાલ યુનિ. ભણતર સિવાયના કારણોસર વિવાદમાં આવી છે. યુનિ.ના ક્લાસરૂમ અને કેમ્પસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીના કિસ કરતા વીડિયો વાયરલ થયા છે. બંનેની હરકતના કારણે યુનિ. વગોવાઇ છે. વાયરલ થયેલા વીડિયો પૈકી એક વીડિયો આર્ટસ ફેકલ્ટી અને બીજો વીડિયો કોમર્સ ફેકલ્ટીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઇને વિદ્યાર્થી જુથ દ્વારા ડીનને રજુઆત કરવામાં આવી છે, અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Advertisement

કાર્યવાહી પર સૌ કોઇની નજર

આર્ટસ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીનું કહેવું છે કે, આ હરકત ચલાવી નહીં લેવાય. આ હરકત કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ આ વીડિયો બનાવનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની વાત ડીન દ્વારા કહેવામાં આવી છે. આ ઘટનાને પગલે યુનિ. કેમ્પસમાં સોપો પડી ગયો છે. બીજી તરફ આવા તત્વોનો ડામવા માટે યુનિ. પાસે કોઇ ચોક્કસ આયોજનનો અભાવ હોવાની પણ લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ મામલે ક્યારે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો ----  Mansukh Vasava : અધિકારી, વેપારીઓને મનસુખ વસાવાએ રોકડું પરખાવ્યું, કહ્યું- તમે ગામનાં રાજા નથી..!

Tags :
Advertisement

.

×