Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નંદેસરી ઇન્ડ. એસો.નો GIDC અને GETCO સામે ગંભીર આરોપ, 300 કંપનીઓ ઠપ

VADODARA : વર્ષ 1967 માં નવું પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જે તેની ક્ષમતા કરતા વધારે ભારણ વેઠતું હતું. આખરે જે થવાનું હતું, તે થયું.
vadodara   નંદેસરી ઇન્ડ  એસો નો gidc અને getco સામે ગંભીર આરોપ  300 કંપનીઓ ઠપ
Advertisement
  • વર્ષો જુના સબસ્ટેશનમાં આગ, કંપની માલિકોએ ફીડર સળગતા જોયા
  • વિજ કંપની જેટકો સામે એસો.ના પ્રમુખે અતિગંભીર સવાલો ઉઠાવ્યા
  • GIDC અને વિજ કંપનીને ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ નહીં હોય તેવા વર્તનનો આરોપ

VADODARA : આજે વડોદરા પાસે આવેલી કેમિકલ અને એન્જિનિયરીંગ મોટી કંપનીઓ ધરાવતી નંદેસરી જીઆઇડીસીમાં (NANDESARI - GIDC) અંધારપટ છવાયો છે. જેને લઇને એસોસિયેશન દ્વારા દાયકાઓ જુની સિસ્ટમ, દબાણ હેઠળનો પ્લોટ અને સકરારની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી છે. કરોડોની કિંમતના ઉદ્યોગો થંભી જવાના કારણે વિજ કંપની જેટકો (GETCO FAIL) વિરૂદ્ધ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેટકોના સબસ્ટેશનમાં ઓવરલોડ થવાના કારણે આગ લાગી હતી. જે બાદથી વિજપુરવઠો ખોરવાયો છે. જેને પગલે નંદેસરી જીઆઇડીસીમાં આવેલા 300 થી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો ઠપ થઇ ગયા છે. અને સંચાલકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે, આ વિજપુરવઠો ક્યારે પુનસ્થાપિત થશે તે અંગે કોઇ અધિકારી કંઇ સ્પષ્ટ બોલવા તૈયાર નથી

Advertisement

નંદેસરી જીઆઇડીસીમાં વિજ પુરવઠો ખોરવાયો

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કેમિકલ સહિતના ઉદ્યોગોનું હબ ગણાતા નંદેસરી જીઆઇડીસીમાં વર્ષ 1967 માં છેલ્લી વખત નવું પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જે તેની ક્ષમતા કરતા વધારે ભારણ વેઠતું હતું. આખરે જે થવાનું હતું, તે થયું. તાજેતરમાં સબસ્ટેશનમાં ઓવરલોડ થવાના કારણે આગ લાગી હતી. અને નંદેસરી જીઆઇડીસીમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. આ વિજ પુરવઠો બે દિવસમાં પુનસ્થાપિત થાય તેવી શક્યતાઓ છે. જો કે, ત્યાં સુધીમાં ઉદ્યોગોને કરોડો રૂપિયાનો ફટકો લાગી ચુક્યો હશે.

Advertisement

તેઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે

નંદેસરી ઇન્ડ. એસો.ના પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યુું કે, આ સબસ્ટેશન જુના જમાનાનું છે. સમયાંતરે પાવર કટ અને ખામીઓ સર્જાય છે. આજે અમે ફીડરો બળતા જોયા છે. આ રોકી શકાય તેમ હતું, પરંતુ તેમ ના થયું. જેટકો માટે 5 હજાર ચોરસ મીટરનો ખાલી પ્લોટ શોધી કઢાયો છે. તે નવા પાવર સ્ટેશન માટેનું યોગ્ય સ્થળ બની શકે તેમ હતું. પરંતુ સત્તાવાર પ્લોટ પર અજાણ્યા લોકોએ કબ્જો કરી લીધો હતો. બાદમાં તેને પોલીસે ખાલી કરાવ્યો હતો. જે બાદ એસો. દ્વારા નવા પાવર સ્ટેશનની માંગણીને લઇને જેટકો દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જીઆઇડીસી તંત્ર દ્વારા પ્લોટ નામંજુર કરતા મામલો પાછો ઠેલાયો હતો. નોંધનીય છે કે, જેથી જેટકો અને જીઆઇડીસી બંનેને જવાબદારીના કઠેડામાં ખડા કરવામાં આવ્યા છે.

ક્યાં સુધી આગ અને બ્લેક આઉટ સહન કરવા પડશે ?

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ એક ગોકળગાયની ગતિએ ચાલતું કામ છે. આ સમગ્ર સિસ્ટમની મજાક ઉડાવવા બરાબર છે. હાલમાં રીપેરીંગ કાર્ય ચાલુ છે. પરંતુ સૌના મનમાં સવાલ છે કે, હજી કેટલા સમય સુધી ઉદ્યોગોએ આગ અને બ્લેક આઉટ સહન કરવા પડશે ? રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને આ મામલો ઉકેલવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો --- MNREGA Scam માં ધડાધડ કાર્યવાહી, 21 કર્મીઓને છુટ્ટા કરાયા

Tags :
Advertisement

.

×