VADODARA : નેશનલ હાઇવે પર ટ્રાફીક જામ મામલે કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓને તતડાવ્યા
- નેશનલ હાઇવેનો મામલો કેન્દ્રિય મંત્રીના દરબારમાં પહોંચ્યો
- સાંસદ ડો. હેમાંગ જોષીએ નિતીન ગડકરીને વિગતવાર રજુઆત કરી
- કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓને બરાબરના ખખડાવ્યા
VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા નેશનલ હાઇવે (NATIONAL HIGHWAY) પર સાંકડા બ્રિજ આવેલા છે. આ બ્રિજ પર ચોમાસામાં ખાડા પડી જવાના કારણે વાહનો ધીમા પડે છે. જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફીક જામ સર્જાય છે. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિતેલા કેટલાક દિવસોમાં અનેક વખત આ રીતે લાંબા ટ્રાફીક જામ લાગ્યા છે. આજરોજ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR, HEMANG JOSHI) દ્વારા આ અંગે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતીન ગડકરીને (TRANSPORT MINISTER OF INDIA - NITIN GADKARI) રૂબરૂમાં રજુઆત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, રજુઆત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓને આ અંગે બરાબરના તતડાવ્યા હતા. અને કામગીરી તાકીદે પૂર્ણ કરવા જણાવ્યું છે. હવે આ મામલે લોકોની સમસ્યા ખરેખર ક્યારે દૂર થાય છે તે જોવું રહ્યું.
ગઇ કાલે આ ટ્રાફીક જામ 15 કિમી સુધી પહોંચી ગયો
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી નેશનલ હાઇવેના સાંકડા બ્રિજ છે. ત્યાં ખુબ જ ટ્રાફીક જામ થઇ રહ્યો છે. જ્યારથી ચોમાસું શરૂ થયું છે, ત્યારથી વરસાદના કારણે બ્રિજ પર ખાડા પડે છે. તેના કારણે ટ્રાફીક અને ભારદારી વાહનો ધીમા પડતા હોય છે. ગઇ કાલે આ ટ્રાફીક જામ 15 કિમી સુધી પહોંચી ગયો હતો. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરીટીને વખતોવખત જાણ કરવામાં આવે છે. અને જિલ્લા કલેક્ટર જોડે સંકલનની બેઠકમાં અધિકારીઓને બોલાવીને તાકીદના સૂૂચના ઓ પણ આપવામાં આવી છે.
મારી બેઠક દરમિયાન અધિકારીઓને ખખડાવ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં જ્યારે જ્યારે વરસાદો રોકાયો છે, ત્યારે હાઇવેનુ મરામત કામ થયું છે. પરંતુ હજુ પણ પ્રભાવી કામ ના દેખાતા, ગઇ કાલનો ટ્રાફીક જામમાં વડોદરા અને રાજ્યભરના લોકોને હાલાકી ભોગવવી પડી છે. આ અંગે કેન્દ્ર સરકારના પરિવહન મંત્રી નિતીન ગડકરીને ખુબ જ ગંભીરતા પૂર્વક રજુઆત કરી છે. તેમણે મારી બેઠક દરમિયાન અધિકારીઓને ખખડાવ્યા છે. અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ અધિકારીઓને નોટીસ આપવામાં આવી છે. અને આ કામગીરી જલ્દી થાય તેવું સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : સ્મશાનોનો વહીવટ ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણયમાં વળાંક, સંસ્થાઓ 'સેવા' આપી શકશે


