Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : નેશનલ હાઇવેના રોડ પર વાઘોડિયા ચોકડી પાસે આજે પણ મોટા-મોટા ખાડા

Vadodara : નેશનલ હાઇવે ઓથોરીટીને સમયસર ખાડાઓ પૂરવાની કામગીરી કરવાની તાકીદ છતાં પણ ખાડા પુરવાનું કામ થઇ રહ્યું નથી
vadodara   નેશનલ હાઇવેના રોડ પર વાઘોડિયા ચોકડી પાસે આજે પણ મોટા મોટા ખાડા
Advertisement
  • નેશનલ હાઇવેના રોડ ચોમાસામાં ખખડી ગયા
  • પીક અવર્સમાં ખાસ લોકોને મુશ્કેલી પડી રહી છે
  • વાઘોડિયા ચોકડી પાસે લોકો મુશ્કેલી વેઠવા મજબુર બન્યા

Vadodara : વડોદરાવાસીઓ (Vadodara) શહેરમાં તો ખાડાની (Road Pothole - Vadodara) સમસ્યાનો ભોગ બની જ રહ્યા છે, પરંતુ હવે વડોદરાની બહારના હાઇવે પર પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાના નેશનલ હાઇવે (National Highway - Vadodara) પર જાંબુઆ બ્રિજ પાસેના ખાડા માંજ પુરાયા ત્યાં તો વાઘોડિયા ચોકડી (Waghodia Chokdi - Vadodara) પાસે મોટા મોટા ખાડા લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. નજીકમાં જ જિલ્લા ભાજપનું કાર્યાલય આવેલું છે. ત્યારે લોકો માટે મુશ્કેલીરૂપ આ ખાડા હવે ક્યારે પુરાય છે તે જોવું રહ્યું. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા માધ્યમથી સપાટી પર આવ્યો છે.

Advertisement

અડધો-અડધ રસ્તો કબ્જે કરી લીધો હોય તેવું લાગે

વડોદરાવાસીઓએ આ વર્ષે ચોમાસામાં ખરાબ રોડના કારણે ટ્રાફીક જામ (Traffic Jam) અને સમયની બર્બાદીના અનેક કિસ્સાઓનો ભોગ બનવું પડ્યું છે. પહેલા જાંબુઆ ચોકડી પાસે 10 - 10 કિમી લાંબી વાહનોની કતારો લાગતી હતી. જેને ક્લિયર કરવામાં કલાકો વેડફાતા હતા. તે સમસ્યા માંડ ઉકેલાઇ ત્યારે હવે નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી પાસેના રસ્તાઓ પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. કેટલાક ખાડાએ તો અડધો-અડધ રસ્તો કબ્જે કરી લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે.

Advertisement

લોકો પરેશાન થઇ રહ્યા છે

પીક અવર્સમાં આ ખાડાઓના કારણે ટ્રાફીક જામના (National Highway - Road Pothole) દ્રશ્યો સર્જાય છે. નેશનલ હાઇવે ઓથોરીટીને સમયસર ખાડાઓ પૂરવાની કામગીરી કરવાની તાકીદ છતાં પણ જોઇએ તેટલી ઝડપથી ખાડા પુરવાનું કામ થઇ રહ્યું નથી. જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા ભાજપનું કાર્યાલય નજીકમાં જ આવેલું છે. કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નાના-મોટા નેતાઓ આ રસ્તેથી જ જતા હશે, આ વાત તેમના ધ્યાને પણ હશે, છતાં હજીસુધી આ સમસ્યાનું નીરાકરણ આવ્યું નથી. હવે લોકોની મુશ્કેલી ઘટાડવા માટે આ રોડનું સમારકામ કેટલા સમયમાં હાથમાં લેવા આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો ----- Vadodara : શિવજીને અર્પણ કરવા માટેના દૂધના ભાગમાંથી પાલતુ શ્વાનની આંતરડી ઠારી

Tags :
Advertisement

.

×