Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara News: MS યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી

મેસ સંચાલકે સમગ્ર મામલે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓનો હોબાળો થયો
vadodara news  ms યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી
Advertisement
  • MSની બોયઝ હોસ્ટેલમાં હંગામો]
  • વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો
  • હોસ્ટેલના ભોજનને લઈ સવાલ

વડોદરાની MS યુનિવર્સિટી ફરીએકવાર વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસના ભોજનમાં જીવાત નીકળી છે. તેમજ વિદ્યાર્થીઓએ ભોજનને લઈ હંગામો મચાવ્યો છે. તથા હોસ્ટેલમાં અપાતા શાકમાંથી ઈયળો નીકળી છે. મેસ સંચાલકે સમગ્ર મામલે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓનો હોબાળો થયો છે. જેમાં બોયઝ હોસ્ટેલની મેસના શાકમાંથી મરેલી ઈયળો નકળી છે.

આ મામલે હોસ્ટેલના વોર્ડને મેસના કોન્ટ્રાક્ટર સાથે ફોન પર વાત કરી

એસ.પી. બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજનમાંથી ઇયળ નીકળતા તાત્કાલિક હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્ટેલના વોર્ડને મેસના કોન્ટ્રાક્ટર સાથે ફોન પર વાત કરી હતી. વિદ્યાર્થીઓનો આક્રોશ એ વાત પર છે કે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આરોગ્ય ટીમે અગાઉ કરેલી કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

Advertisement

Advertisement

અગાઉ મનપાની આરોગ્ય ટીમે યુનિવર્સિટીમાં ચેકિંગ કર્યું હોવા છતાં ફરીથી આવી ઘટના

અગાઉ મનપાની આરોગ્ય ટીમે યુનિવર્સિટીમાં ચેકિંગ કર્યું હોવા છતાં ફરીથી આવી ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટી સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે.

અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝન થયુ

અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝન થયુ હતુ. જેમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ ભોગ બની હતી. ત્યારે બોયઝ હોસ્ટેલમાં અખાદ્ય ફૂડથી વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. જેમાં સમગ્ર મામલે સર્ચ કમિટીએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દેશભરમાં આજે NEET PGની પરીક્ષા ઓનલાઇન પદ્ધતિ થકી સિંગલ સેશનમાં યોજાશે

Tags :
Advertisement

.

×