Vadodara : 'અભણના રાજમાં કામો ના આવે....', પાદરાના BJP MLA નો પલટવાર
- પાદરાના રાજકારણમાં નિવેદનબાજીનો સિલસિલો જારી
- ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના આગેવાન પર પલટવાર કર્યો
- મામલાની શરૂઆત કોંગ્રેસને રાક્ષસ જોડે સરખાવવાથી થઇ હતી
Vadodara : વડોદરા જિલ્લામાં આવતા પાદરાનું રાજકારણ (Vadodara, Padra - Politics) પંચાયત ઘરના ખાતમૂહુર્ત પ્રસંગે સરપંચના આમંત્રણ બાબતે થયેલા નિવેદનબાજીથી ગરમાયું છે. પહેલા ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા (BJP MLA ChaitanayaSinh Zala) એ કોંગ્રેસની સરખામણી રાક્ષસ જોડે કરી દીધી હતી. ત્યાર બાદ પાદરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર (Ex. MLA JashpalSinh Padhiyar) દ્વારા તેમને શબ્દો પાછા ખેંચી લેવા માટે તાકીદ કરી હતી. જો કે, આ બાદ મામલો શાંત થવાની જગ્યાએ ઉગ્ર બન્યો છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્યને અભણ (BJP MLA ChaitanayaSinh Zala Mocked) કહ્યા છે. અને ઉમેર્યું છે કે, અભણના રાજમાં કામોના આવે. હવે આ મામલો ક્યાં જઇને અટકે છે, તે જોવું રહ્યું.
વિકાસના કામોને લઇને આવો છો
તાજેતરમાં પાદરાના ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ (BJP MLA ChaitanayaSinh Zala) પોતાના સંબોધનમાં કહ્યું કે, લોકો મારી પોસ્ટ જુએ છે, મને ગામમાં આવતા-જતા જુએ છે, મને લોકો કહેતા હોય છે, તમે ગામમાં જ્યારે આવો છો, જેટલી વખત આવો છો, વિકાસના કામોને લઇને આવો છો. અમે તમારા સોશિયલ મીડિયા પર પણ જોતા રહીએ છીએ
આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે
તેમણે વધુમાં જણાવ્યું કે, કેટલાક મિત્રો પુછતા હતા, કે તમે આવો છો, ત્યારે કામ આવે છે, તો પહેલા કેમ ન્હતા આવતા. ત્યારે મને પણ વિચાર આવ્યો કે, જો આ બધા કામો પહેલા કરાવી દીધા હોત, તો આજે મારે કરાવવા ના પડ્યા હોત. મને હમણાં ખબર પડી, ગયા પાંચ વર્ષતો અભણ ધારાસભ્ય હતા, ક્યાંથી તમારા માટે કામો કરી શકે, કોઇ વિકાસના કામો જ ના આવે, ગયા પાંચ વર્ષમાં અભણ ધારાસભ્ય, હું નથી કહેતો, તેઓ જાતે જ કહે છે, હું અભણ ધારાસભ્ય (BJP MLA ChaitanayaSinh Zala Mocked) , તો અભણના રાજમાં વિકાસના કામો ના આવે, આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે, ને એટલે તમારા માટે આટલા વિકાસના કામો લાવ્યો છે.
શબ્દો પરત લેવા જણાવ્યું હતું
પાદરામાં ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસની રાક્ષસો જોડે સરખામણી કરતા મામલાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ પાદરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન જશપાલસિંહ પઢીયારે વીડિયો મારફતે વળતો પ્રહાર કર્યો હતો. અને તેમના શબ્દો પરત લેવા જણાવ્યું હતું. આ બાદ ભાજપના ધારાસભ્યનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ નામ લીધા વગર પાદરાના પૂર્વ ધારાસભ્ય પર નિશાન તાકી રહ્યા છે (BJP MLA ChaitanayaSinh Zala Mocked) . હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો ----- Vadodara : BJP MLA ના વિવાદીત નિવેદન સામે પલટવાર, કોંગી નેતાએ કહ્યું, 'શબ્દો પાછા ખેંચી લો, નહીં તો...!'


