ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : BJP MLA ના વિવાદીત નિવેદન સામે પલટવાર, કોંગી નેતાએ કહ્યું, 'શબ્દો પાછા ખેંચી લો, નહીં તો...!'

Vadodara : વર્ષ 2017 માં તમને ટિકિટ મળી ન્હતી. જેથી કોંગ્રેસને જીતાડવા તમારૂ સમર્થન જાહેર કર્યું હતું. તે વખતે અમે તમને આમંત્રણ ન્હતું આપ્યું
03:16 PM Aug 22, 2025 IST | PARTH PANDYA
Vadodara : વર્ષ 2017 માં તમને ટિકિટ મળી ન્હતી. જેથી કોંગ્રેસને જીતાડવા તમારૂ સમર્થન જાહેર કર્યું હતું. તે વખતે અમે તમને આમંત્રણ ન્હતું આપ્યું

Vadodara : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા (Padra BJP MLA - ChaitanyaSinh Zala) દ્વારા ગતરોજ એક કાર્યક્રમ દરમિયાન વિવાદીત નિવેદન (Controversial Statement - Padra, Vadodara) આપવામાં આવ્યું હતું. તેમણે કોંગ્રેસ અને રાક્ષસની સરખામણી કરી દીધી હતી. જેને પગલે પાદરાનું રાજકારણ ગરમાયું હતું. સરસવણી ગામના પંચાયત ઘરના ખાતમૂહૂર્ત પ્રસંગે ધારાસભ્યના વિવાદીત વેણ સામે આવ્યા હતા. આ ઘટનાને 24 કલાક જેટલો સમય વિતી ગયા બાદ કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર (Padra Ex MLA - Jashpalsinh Padhiyar) નો વળતો પ્રહાર સામે આવ્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યએ અગાઉ તેમના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસને આપેલા સમર્થનની વાત યાદ કરાવવામાં આવી છે. સાથે જ શબ્દો પાછા ખેેંચી લેવા માટે જણાવ્યું છે.

એવું નથી કે ત્રણ વર્ષમાં જ સુખાકારી થઇ

પાદરાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના અગ્રણી જશપાલસિંહ પઢીયારે (Padra Ex MLA - Jashpalsinh Padhiyar) સોશિયલ મીડિયામાં વીડિયો મુકીને જણાવ્યું કે, ગઇ કાલે શિક્ષિત લોકો કેવી વાત કરે છે, તે લોકોએતમામે જોયું છે. તેમની ભાષા કેવી હોય છે. ત્યાંના સરપંચ અને તલાટીને આમંત્રણ ન્હતું. પંચાયતી રાજ કોંગ્રેસની દેન છે. તેમણે એક નિવેદન આપ્યું છે. તેના પર મારે તાલુકાની જનતાને કહેવું છે કે, તાલુકામાંથી ઘણા આગેવાનો કોંગ્રેસ જોડે જોડાયેલા રહ્યા, અને લોકોની સુખાકારીના કામો થયા છે. એવું નથી કે ત્રણ વર્ષમાં જ સુખાકારી થઇ છે.

વર્ષ 2012 માં માત્ર 3500 મતોનું અંતર રહ્યું હતું

તેમણે (Padra Ex MLA - Jashpalsinh Padhiyar) વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017 માં તમને ટિકિટ મળી ન્હતી. જેથી તમે કોંગ્રેસને જીતાડવા માટે તમારૂ સમર્થન જાહેર કર્યું હતું. તે વખતે અમે તમને આમંત્રણ ન્હતું આપ્યું. તમે ભાજપને હરાવવા માટે ટેકો આપવામાં આવ્યો હતો. વર્ષ 2012 માં માત્ર 3500 મતોનું અંતર રહ્યું હતું. અને હંમેશા કહેતા કે, આ પાદરાના લોકોની જીત છે. ક્યારે એવું નથી કહ્યું કે, હું જીત્યો છું. મને આ વખતે 61 હજાર લોકોએ મત આપ્યા, શું તેઓ રાક્ષસના વંશજો હતા...? તમારા શબ્દો પાછા ખેંચી લેજો, તમે વિવિધ સમાજનું જે અપમાન કર્યું છે, તમે શબ્દ પાછા નહીં ખેચો, તો તમારે નુકશાન ભોગવવું પડશે.

શું હતો સમગ્ર મામલો

વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (Vadodara - Padra) ના સરસવણી ગામે (Sarasvani - Padra) ગ્રામપંચાયત ઘરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય (Padra BJP MLA - ChaitanyaSinh Zala) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. જો કે, કેટલાક લોકો દ્વારા આ પ્રસંગનો વિરોધ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા ધારાસભ્ય અકળાયા હતા. અને સારા કામમાં હાડકા નાંખતા કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ (Congress Comparison with Demon - Padra MLA) જોડે કરી નાંખી હતી. તેમણે પોતાના પ્રાસંગીક સંબોધનમાં તેમ પણ કહ્યું કે, કોઇ વિરોધી પાદરાને વિકાસના રાહે નથી લઇ જઇ શક્યા. તમારા ગામમાં પંચાયત ઘરનું કામ થાય છે, તે વિરોધીઓથી જોવાતું નથી.

આ પણ વાંચો ----- Vadodara : ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસીઓની રાક્ષસ જોડે સરખામણી કરતા વિવાદ

Tags :
BJPMLAChaitanyaSinhZalaCongressleaderControversialStatementGujaratFirstgujaratfirstnewsJashpalsinhPadhiyarOPPOSEPoliticsVaodaraPadraVideo
Next Article