Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોરબી દુર્ઘટના બાદ પણ ગંભીરા બ્રિજની 'દુર્દશા'ની જાણ કરી છતાં કોઇ કાર્યવાહી નહીં

VADODARA : બ્રિજની સરફેસ ખરાબ થઇ રહી છે. ભવિષ્યમાં આ બ્રિજના કારણે કોઇ જાનહાની થશે. તો તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે.
vadodara   મોરબી દુર્ઘટના બાદ પણ ગંભીરા બ્રિજની  દુર્દશા ની જાણ કરી છતાં કોઇ કાર્યવાહી નહીં
Advertisement
  • ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે અગાઉ તંત્રને ચેતવણી અપાઇ હતી
  • મોરબી દુર્ઘટના બાદ પણ બ્રિજની દશા અંગે જાણ કરાઇ હતી
  • કોઇ કાર્યવાહી નહીં કરાતા આજે દુર્ઘટનામાં અનેકે જીવ ગુમાવ્યા છે

VADODARA : આજે સવારે વડોદરા નજીક આવેલા પાદરા (PADRA - VADODARA) ખાતે આવેલો ગંભીર બ્રિજનો ભાગ ધરાશાયી (GAMBHIRA BRIDGE COLLAPSE) થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 6 લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં (SSG HOSPITAL - VADODARA) લાવવામાં આવ્યા છે. ગ્રામજનો અને જાગૃત નાગરિકોના મતે આ દુર્ઘટના ટાળી શકાઇ હોત. અગાઉ વર્ષ 2022 માં અને ત્યાર બાદ મોરબી બ્રિજ દુર્ઘટના પછી તંત્રને ગંભીરા બ્રિજની ગંભીર હાલત અંગે જાણકારી આપવામાં આવી હતી. જો કે, ત્યાર બાદથી લઇને આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા આજે 9 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે.

Advertisement

સરફેસ સતત ખરાબ થઇ રહી છે

વર્ષ 20220 માં વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઇ પરમારે આર એન્ડ બી ડિવિઝન, વડોદરાના એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ગંભીરા બ્રિજ ભયજનક સ્થિતીમાં છે. બ્રિજની પીલરોમાં મોમેન્ટ આવી ગઇ છે. તેના પરથી ભારદારી વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે. તેની સરફેસ સતત ખરાબ થઇ રહી છે. ભવિષ્યમાં આ બ્રિજના કારણે કોઇ જાનહાની થશે. તો તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે. સાથે જ મામલાની ગંભીર નોંધ લેવા માટેની તાકીદ કરવામાં આવી હતી. તે સમયે તેવી પણ ચિમકી ઉચ્ચારાઇ હતી કે, જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવું પડશે.

Advertisement

જિલ્લા કલેક્ટર, વડોદરાને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો

ત્યાર બાદ મોરબી દુર્ઘટના પછી નવે - 2022 માં ગંભીરા બ્રિજની દુર્દશા અંગેની માહિતી આપતો પત્ર જિલ્લા કલેક્ટર, વડોદરાને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો. અને તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી કરવાની તાદીક કરવામાં આવી હતી. જો કે, અનેક પ્રયાસો બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા આખરે આજે ગંભીરા બ્રિજ પર મોટી દુર્ઘટના સામે આવી છે. બ્રિજનો એક ભાગ વચ્ચેથી તુટીને નદીમાં પડતા 4 થી વધુ વાહનો નદીમાં ખાબક્યા છે., આ દુર્ઘટનામાં 9 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને 6 લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો ---- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9 ના મોત, 6 ઇજાગ્રસ્ત - વાંચો નામોની યાદી

Tags :
Advertisement

.

×