Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gambhira Bridge Collapse ને 'કુદરતી ઘટના' માં ખપાવવાનો પ્રયાસનો વીડિયો ભારે વાયરલ

Gambhira Bridge Collapse : કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે
gambhira bridge collapse ને  કુદરતી ઘટના  માં ખપાવવાનો પ્રયાસનો વીડિયો ભારે વાયરલ
Advertisement
  • ગંભીરા બ્રિજ દુર્ઘટનાને કુદરતી ઘટનામાં ખપાવવાનો વીડિયો ભારે વાયરલ થયો
  • આ વીડિયો દુર્ઘટના સ્થળનો હોવાનો પ્રાથમિક અંદાજ
  • આ વીડિયો સામે આવતા ઇન્ટરનેટ યુઝર્સમાં ભારે રોષની લાગણી વ્યાપી

Gambhira Bridge Collapse : વડોદરા પાસે આવેલા પાદરામાં (VADODARA - PADRA) ગંભીરા બ્રિજનો એક ભાગ તુટી પડવાના (GAMBHIRA BRIDGE COLLAPSE) કારણે અનેક લોકો મહીસાગર નદીમાં ગરકાવ થયા છે. આ ઘટના બાદ આજદિન સુધી રેસ્ક્યૂ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના અંગે પ્રાથમિક અહેવાલ સામે આવતા મુખ્યમંત્રી દ્વારા આર એન્ડ બી વિભાગના ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે દુર્ઘટના સ્થળેથી એક શખ્સનો વીડિયો વાયરલ થયો (SOCIAL MEDIA VIRAL VIDEO) છે. જેમાં તેઓ જણાવે છે કે, આ કુદરતી ઘટના છે, તેમાં તંત્રનો કોઇ વાંક નથી. જેના કારણે ઇન્ટરનેટ યુઝર્સ ભારે રોષે ભરાયા છે. અને આ શખ્સ વિરૂદ્ધ પોતાનો રોષ કોમેન્ટ બોક્સમાં ઠાલવી રહ્યા છે. આ શખ્સનું નામ ગુલાબસિંહ પઢિયાર હોવાનું જાણવા મળ્યું છે.

4 બેજવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા

વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, 2 દિવસ થયા હોવા છતા હજું પણ લોકો ગુમ છે. આ દુર્ઘટના પર રાજ્યની સરકારે એક્શન લેતા 4 બેજવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેટલું જ નહીં સરકારે 6 સભ્યોની કમિટ પણ રચી છે. જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં 2 ટ્રક, 2 પિકઅપ, 1 રિક્ષા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના પર જનમુખે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે એક આધેડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ આ દુર્ઘટનાને લઇને કઇંક એવું બોલી ગયા છે જેને લઇે સૌ કોઇ આક્રોષિત છે.

Advertisement

બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ

બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે. આ કમિટીમાં માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : બ્રિજ દુર્ઘટનામાં સારવાર હેઠળ ઇજાગ્રસ્તનું મોત, અંતિમ સંવાદમાં કહ્યું હતું, 'આ તંત્રની ભૂલ છે'

Tags :
Advertisement

.

×