Vadodara : પાદરાના રાજકારણમાં નિવેદનબાજીનો દોર યથાવત, પૂર્વ ધારાસભ્યએ કહ્યું, 'તે જુઠ્ઠાસિંહ છે'
- ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસની રાક્ષસો જોડે સરખામણી કરતા મામલાની શરૂઆત થઇ
- વળતો જવાબ આપવા કોંગ્રેસ અગ્રણીએ, મતદારોનું અપમાન થયું હોવાનું, અને શબ્દો પાછા ખેંચવા જણાવ્યું
- તાજેતરમાં ભાજપના ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્યને અભણ કહેતા બળતામાં ઘી હોમાયું છે
Vadodara : વડોદરા જિલ્લામાં આવતા પાદરાના (Vadodara - Padra) સસરવણી ગામે પંચાયત ઘરના ખાતમૂહુર્ત પ્રસંગે ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ (Padra BJP MLA Chaitanyasinh Zala) કોંગ્રેસની સરખામણી રાક્ષસો જોડે કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે (EX. MLA Jashpalsinh Padhiyar) તેમને શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું. અને તેમન ટીપ્પણીને વખોડી હતી. ત્યાર બાદ ગતરોજ ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પૂર્વ ધારાસભ્યને અભણ કહીને સંબોધન કરી, આકરી ટીકા કરવામાં આવી હતી .જે બાદ આજે વધુ એક વખત કોંગ્રેસ અગ્રણીનું નિવેદન સામે આવ્યું છે. જશપાલસિંહે જણાવ્યું કે, હું તેમને પહેલા ચૈતન્યસિંહ કહીને સંબોધતો હતો. હવે મારે તેમને જુઠ્ઠાસિંહ કહેવું પડશે.
જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું
પાદરાના પૂર્વ ધારાસભ્ય અને હાલ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જશપાલસિંહ પઢીયારે (EX. MLA Jashpalsinh Padhiyar) વીડિયો મારફતે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, હાલમાં જે પ્રકારે પાદરાનું રાજકારણ સામે આવી રહ્યું છે. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જેમની નીતિ રહી છે, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, તે પ્રકારની નીતિ સામે આવી છે. તેમને સરસવણી ગામમાં પંચાયત ઘરના કામો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાના હતા. તેમાં કોંગ્રેસ ક્યાંથી આવી. જે ઘટના બાદમાં સામે આવી, તેમણે કહ્યું કે, પહેલાના ધારાસભ્ય અભણ છે, વાસત્વીકતામાં હું તેમને કહું કે, આજથી ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો, કોંગ્રેસે કામો અટકાવ્યા, તેમ કર્યું, પરંતુ હું તેમને ચૈતન્યસિંહ (Padra BJP MLA Chaitanyasinh Zala) કહેતો હતો. પરંતુ જે પ્રકારે આરોપો મુકી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, તે રીતે તેઓ જુઠ્ઠાસિંહ છે,
તેની સામે કેટલા, અને કેવા કેવા ગુનાઓ નોંધાયેલા છે
વધુમાં જણાવતા કહ્યું કે, તેમણે મારા અભણ હોવાની વાત કરી છે. હું વર્ષ 2012 થી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું. મારૂ એફીડેવીટ ખોલીને જોઇ લે, મેં કહ્યું હતું કે, હું ઓછું ભણેલો છે. સારૂ છે કે ઓછું ભણેલો છે. પાદરામાં જે સ્થિતીઓ સર્જાઇ રહી છે. પાદરાના ગામેગામ દારુનું દુષણ છે, જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અમારા સમયમાં અમે અવાજ ઉઠાવતા હતા. દારૂબંધી, તાડીબંધી કરો, તેમ કહેતા હતા. પરંતુ અત્યારે તે અવાજ ઉઠાવવાની જરૂર છે. મારા એફીડેવીટમાં જોઇ લો, મારી સામે કેટલા ગુના છે, અને સામે કહેવાતા શિક્ષિત ઉમેદવારનું એફીડેવીડ જોઇ લો, તેની સામે કેટલા, અને કેવા કેવા ગુનાઓ નોંધાયેલા છે. કામો થતા નથી, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસને વચ્ચે લાવનારા વ્યક્તિને જાહેરમાં કહું છું, ડિબેટ કરવી હોય તો અમે આવવા તૈયાર છીએ. અમે 500 કરોડના કામાો લાવ્યા હતા. જુઠ્ઠાણું ફેલાવવું જુઠ્ઠાસિંહનું કામ છે, પ્રજાને ગેરમાર્ગે દોરવાનું તેમનું કામ છે.
આ પણ વાંચો ----- Vadodara : 'અભણના રાજમાં કામો ના આવે....', પાદરાના BJP MLA નો પલટવાર


