Vadodara : ચોરને પકડવા લોકોની ફિલ્ડિંગ, ચાદર ઓઢીને નેતાજી પ્રગટ્યા
- સાધી ગામે મોડી રાત્રે હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો
- ક્લિનિકમાં તસ્કરની આશંકાએ લોકોએ વોચ ગોઠવી
- તસ્કર નહીં હોવાની ખરાઇ થતા પોલીસ રવાના થઇ
- સ્થાનિકોએ મોડી રાત્રે શખ્સ ચાદર ઓઢીને જતો પકડ્યો
- મહામહેનતે ચાદર કાઢતા અગ્રણી ભાસ્કર પટેલની ઓળખ થઇ
Vadodara : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (Vadodara - Padra) ના સાધી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યા છે. પાદરાના સાધી ગામે આવેલા ખાનગી ક્લિનિકમાં તસ્કરો આવી ચઢ્યા હોવાની આશંકાએ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ મામલે પોલીસ (Padra Police) ને પણ બોલાવવામાં આવી હતી. જો કે, તસ્કરો નહીં હોવાની વાતની ખાતરી થતા પોલીસ જતી રહી હતી. બાદમાં લોકોની ઉસ્તુકતા વધતા મોડી રાત સુધી ક્લિનિક બહાર તેમણે ફિલ્ડીંગ જારી રાખી હતી. આખરે મોંઢેથી લઇને પગ સુધીમાં ચાદર ઓઢીને એક શખ્સ બહાર આવ્યો હતો. સ્થાનિકોએ મહામહેનતે ચાદર હટાવતા તેમાં સહકારી ક્ષેત્રના અગ્રણી ભાસ્કરભાઇ પટેલ હોવાની ઓળખ થઇ હતી. આટલી મોડી રાત્રે તેમના ક્લિનિકમાં આવવા અને આ રીતે જવાની ઘટના સામે આવતા લોકો વચ્ચે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે.
સ્થાનિકો એકત્ર થઇ ગયા
વડોદરા શહેર ગ્રામ્યમાં ચોરી અથવા અજાણ્યા શખ્સોના પ્રવેશ અંગે લોકો જાગૃત છે. કંઇક અજુગતુ જણાય એટલે તુરંત પોલીસને જાણ કરવાની સાથે લોકો પોતાનો નાગરિક ધર્મ નિભાવતા જાતે ચોકીદારી કરે છે. બાદમાં સમગ્ર સ્થિતી પોલીસને હવાલે કરી દેવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યના પાદરા (Vadodara - Padra) ના સાધી ગામે એક આશ્ચર્ચજનક ઘટના સામે આવી છે. અહિંયા આવેલા એક ખાનગી ક્લિનિકમાં મોડી રાત્રે અંધારામાં એક શખ્સે પ્રવેશ મેળવ્યો હોવાનું ધ્યાને આવતા સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા.
ભેગા મળીને મોંઢા પરથી ચાદર હટાવી દીધી
સ્થાનિકોએ આ અંગે પોલીસ (Vadodara Padra Police) ને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. બાદમાં સ્થળ પર તસ્કર નહીં પરંતુ કોઇ પરિચીત આવ્યા હોવાની ખરાઇ થતા તેઓ સ્થળ પરથી જતા રહ્યા હતા. આ ઘટનાક્રમ બાદ પણ સ્થાનિકોએ પોતાનું સ્થાન છોડ્યું ન્હતું. અને અંદર ઘૂસેલા વ્યક્તિની બહાર આવવાની વાટ તેઓ જોતા રહ્યા હતા. દરમિયાન માથાથી લઇને પગ સુધી ચાદરમાં લપેટાઇને એક શખ્સ ચોરી ચુપકીથી બહાર આવ્યો હતો. તેના મોઢા પરથી ચાદર હટાવવાના પ્રથમ પ્રયાસમાં લોકોને સફળા મળી ન્હતી. જો કે, ત્રણ-ચાર લોકોએ ભેગા મળીને મોંઢા પરથી ચાદર હટાવી દીધી હતી.
છુપાવવાનો કિમીયો નાકામ રહ્યો
ચાદર હટી જતા જ વ્યક્તિનું મોઢું સ્પષ્ટ દેખાયું હતું. આ વ્યક્તિની ઓળખ સ્થાનિકોએ સહકારી ક્ષેત્રના અગ્રણી ભાસ્કરભાઇ પટેલ તરીકે કરી છે. ઓળખ ખુલ્લી થતા જ ભાસ્કરભાઇએ દોટ મુકી હતી. નજીકમાં જ તેમને લેવા માટે કાળા કાચ વાળી ફોર્ચ્યુનર કાર આવી પહોચી હતી. જેમાં બેસીને તેઓ નાસી છુટ્યા હતા. જો કે, ચાદર વડે તેમની ઓળખ છુપાવવાનો કિમીયો નાકામ રહ્યો હતો. આ ઘટનામાં અંધારી રાત્રે તેમની હાજરી અને આ રીતે છુપાઇને જવું, બંને ઘટનાએ લોકોના મનમાં અનેક સવાલો ઉદભવ્યા છે. જેની સ્પષ્ટતા ટુંક સમયમાં થાય તેવું હાલ લાગતું નથી.
આ પણ વાંચો ---- Vadodara : પાલિકાના સ્ટોરમાં મોટી સંખ્યામાં તિરંગાનો જથ્થો પડી રહ્યો


