VADODARA : દારૂની ખાલી બોટલોને સુધારીને સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ
- વડોદરામાં પીસીબી પોલીસનો સપાટો
- દારૂની જુની બોટલો સુધારીને બુટલેગરોને સપ્લાય કરવાના કૌભાંડ પરથી પરદો ઉંચક્યો
- બે ગોડાઉનમાં આ ગોરખધંધો ચાલતો હતો
VADODARA : વડોદરા (VADODARA) માં પ્રોહીબીશન અને જુગારના કેસો ડામવા માટે શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની (VADODARA - PCB BRANCH) ટીમો સતત પ્રયત્નશીલ હોય છે. તેમાં તાજેતરમાં પીસીબીના પીએસઆઇને અરજી હકીકત સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, અજબડી મીલ પાસે તેમજ લાલ અખાડા પાસે વારસીયામાં ગોડાઉન આવેલા છે. જેમાં મનીષ મેધવાણી, મેઘા મેધવાણી, ગોડઉનમાં દારૂની ખાલી બોટલોને લાવીને તેની સાફસફાઇ કરે છે, અને બાદમાં તેના પર નવા બ્રાન્ડેડ દારૂની કંપનીના સ્ટીકરો મારીને તેને સુધારી દેવામાં આવે છે. ત્યાર બાદ આ સુધારીને નવી બનાવવામાં આવેલી બોટલોને બુટલેગરોનો વેચવામાં આવે છે.
ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી
બાતમીના આધારે પીસીબીની ટીમોએ રેડ (PCB TEAM RAID) કરતા લાલ અખાડા પાસે અજબડી મીલ રોડ પર બે ગોડાઉન મળી આવ્યા હતા. જે મામલે સિટી પોલીસ મથકમાં જાણવાજોગ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત મામલે ગોડાઉનમાંથી મનીષ ભગવાનદાસ મેધવાણી, હેમાબેન ભગવાનદાસ મેધવાણી (બંને રહે. રૂપલ સોસાયટી, શિવ વાટીકા પાછળ, વારસિયા રીંગ રોડ, વડોદરા) અને ભોલાભાઇ સંજયભાઇ રાવલ (રહે. વુડાના મકાન, ગઘેડા માર્કેટ, વડોદરા) ની અટકાયત કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન પીસીબીની ટીમોએ વિવિધ બ્રાન્ડની વ્હીસ્કી, સ્કોચ, વોડકાની બોટલો, સ્ટીકરો, નવા બૂચ અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ખરાબ સ્ટીકરો અને જુના ઢાંકણા કાઢી નાંખવામાં આવતા
આરોપીઓની મોડસ ઓપરેન્ડી અુસાર, તેઓ ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો એકત્ર કરતા હતા. બાદમાં બોટલોને સાફ કરીને ખરાબ સ્ટીકરો અને જુના ઢાંકણા કાઢી નાંખવામાં આવતા હતા. બાદમાં જે તે કંપનીના નવા ઢાંકણો અને સ્ટીકરો ચોંટાડીને અલગ અલગ વ્યક્તિઓને ખાલી વેચાણ કરતા હતા.
આ પણ વાંચો --- VADODARA : રોડ પરના ખાડામાં પડતા રીક્ષા પલટી, ચાલકનું મોત


