Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પંપ પરથી ગુલાબી પેટ્રોલ ભરાયું હોવાનો દાવો, બાઇકની સર્વિસ કરતા મિકેનીક પણ ચોંક્યો

Vadodara : લોકોના વાહનોનું નુકશાન થઇ રહ્યું છે. પેટ્રોલનું મેં બીલ લીધું નથી. મને લાગી રહ્યું છે કે, આ ડુપ્લીકેટ પેટ્રોલ હોઇ શકે છે - પીડિત
vadodara   પંપ પરથી ગુલાબી પેટ્રોલ ભરાયું હોવાનો દાવો  બાઇકની સર્વિસ કરતા મિકેનીક પણ ચોંક્યો
Advertisement
  • વડોદરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
  • ગ્રાહકે નાયરાના પેટ્રોલ પંપ પરથી બાઇકમાં પેટ્રોલ પુરાવતા ખોટકાઇ
  • બાઇકની સર્વિસમાં ગુલાબી પેટ્રોલ ભરાયું હોવાનું મિકેનીકના ધ્યાને આવ્યું
  • આશ્ચર્ય પમાડે તેવા કલરના પેટ્રોલને લઇને તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું

Vadodara : વડોદરા (Vadodara) માં આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ પાસે ગ્રાહકે નાયરાના પેટ્રોલ પંપ પરથી બાઇકમાં પેટ્રોલ પુરાવ્યું હતું. ત્યાર બાદ તેઓની બાઇક ઝાટકા ખાઇને બંધ પડી ગઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બંધ બાઇકને શરૂ કરવા માટે અનેક પ્રયત્નો છતાં સફળતા મળી ન્હતી. ત્યાર બાદ ગ્રાહકે મિકેનીક જોડે સર્વિસ કરાવતા ગુલાબી રંગનું પેટ્રોલ (Pink Petrol Claim) ભરાયું હોવાનું ધ્યાને આવ્યું હતું. ગુલાબી રંગનું પેટ્રોલ જોઇને બાઇક માલિક અને મિકેનીક બંને ચોંકી ઉઠ્યા હતા. બાઇક માલિક દ્વારા ડુપ્લીકેટ પેટ્રોલ વેચવામાં આવ્યું હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ સરકારી તંત્ર કોઇ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું.

Advertisement

તમે ક્યાં પેટ્રોલ ભરાવ્યું હતું

પેટ્રોલ પંપથી છેતરાયા હોવાનો દાવો કરતા ગ્રાહકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, માંજલપુર વિસ્તારમાં ઇવા મોલની સામે નાયરા પેટ્રોલપંપ આવેલો છે. મેં ત્યાંથી પેટ્રોલ પુરાવ્યું હતું. પેટ્રોલ ભરાવ્યા બાદ પણ મારૂ બાઇક ચાલતું ન્હતું. બહુ ઝટકા વાગતા હતા. કારીગરને બાઇક દેખાડ્યું, ત્યારે તેણે કાર્બોરેટરની સર્વિસ કરી હતી. તેવામાં પેટ્રોલ કાઢીને જોયું તો ગુલાબી રંગનું દેખાતું (Pink Petrol Claim) હતું. કારીગરે મને પુછ્યું કે, તમે ક્યાં પેટ્રોલ ભરાવ્યું હતું. મેં ગુલાબી પેટ્રોલ મેં પહેલી વખત જોયું છે.

Advertisement

આ એક જાતનો ભ્રષ્ટાચાર જણાય છે

તેમણે વધુમાં જણાવ્યું કે, મેં પુછ્યું કે, શું નવા પ્રકારનું પેટ્રોલ હવે મળી રહ્યું છે, ત્યારે કારીગરે જણાવ્યું કે, મેં પણ આવા રંગનું પેટ્રોલ (Pink Petrol Claim) પહેલી વખત જોયું છે. એનો મતલબ પેટ્રોલમાં મિક્સીંગ હોઇ શકે, કે આ શું કહેવાય. લોકોના વાહનોનું નુકશાન થઇ રહ્યું છે. પેટ્રોલનું મેં બીલ લીધું નથી. મને લાગી રહ્યું છે કે, આ ડુપ્લીકેટ પેટ્રોલ હોઇ શકે છે. આ એક જાતનો ભ્રષ્ટાચાર જણાય છે. કોઇ કંપનીએ નવા રંગનું પેટ્રોલ કાઢ્યું હોય તો મને ખબર નથી. પેટ્રોલ પંપના સીસીટીવીમાં મારી હાજરી ચેક કરો તો મળી આવશે.

આ પણ વાંચો ---- Surat : 100 થી વધુ નકલી પ્રોડક્ટ બને છે સુરતમાં, ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે રંગીલું શહેર

Tags :
Advertisement

.

×