ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 'કર્નલ સોફિયા કુરેશી માત્ર મારી નહીં, દેશની બહેન છે' - શાયના સુનસારા

VADODARA : જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું
12:01 PM May 26, 2025 IST | PARTH PANDYA
VADODARA : જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું

VADODARA : આજે વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા (SINDOOR SANMAN YATRA) યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂર (OPEREATION SINDOOR) ની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશી (COL SOFIA QURESHI) નો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું હતું.

કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું

વડાપ્રધાનશ્રીનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાનશ્રીને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન શ્રી મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ શ્રી મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાનશ્રીએ હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું.

દેશની બહેન ગણાવી

આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું કે, ”અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં, પરંતુ દેશની બહેન ગણાવી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી.

આ પણ વાંચો --- VADODARA : ગગનભેદી જયઘોષ, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી રોડ શો મહાઉત્સવ બન્યો

Tags :
bycolfamilygrandGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsjoinedmodinarendraPMpraisedQureshisistersofiatwineVadodarawelcome
Next Article