Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં ખસવાનું કહેતા વિદ્યાર્થીને નખ માર્યા, ચાકુનો ડર બતાવ્યો

Vadodara : તેણે મારી આંખ નજીક તેના અણિયારા નખ માર્યા હતા. તેની બેગમાં નાનું ચપ્પુ હતું. ચપ્પુ બટન બદાવતા ખુલતું હતું. - પીડિત વિદ્યાર્થી
vadodara   પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં ખસવાનું કહેતા વિદ્યાર્થીને નખ માર્યા  ચાકુનો ડર બતાવ્યો
Advertisement
  • મોંઘીદાટ ફી વસુલતી ખાનગી શાળાના વાલીઓમાં ચિંતા
  • શાળામાં વિદ્યાર્થીઓ અન્યને ખસવાનું કહેતા નખ મારી લીધા
  • આંખ સહેજ માટે રહી ગઇ હોવાનો મત, મારનારની બેગમાં ચાકુ
  • ચાકુ બટન વડે ખુલતું હોવાનું પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું

Vadodara : અમદાવાદની શાળામાં બનેલી હત્યાની (Ahmedabad School Murder) ઘટના બાદ વિવિધ જિલ્લાઓમાં ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. હવે માત્ર સરકારી શાળા જ નહીં પરંતુ ખાનગી અને મોંઘી ફી વસુલતી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાની જાણીતી અને ઉંચી ફી ઉઘરાવતી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ (Podar International School - Vadodara) માં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ખસી જવા માટે ટકોર કરતા તેણે તેને આંખ નજીક નખ ભરી લીધા હતા. નખ ભરનાર વિદ્યાર્થીની બેગમાં બટન દબાવે અને ખુલે તેવું નાનું ચપ્પુ પણ હોવાનું ઇજાગ્રસ્ત જણાવી રહ્યો છે. આ મામલે વાલી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અને શાળા મેનેજમેન્ટ યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

ક્લાસમાં તેણે ચપ્પુ બધાને બતાવ્યું હતું

શહેરની જાણીતી અને ઉંચી ફી ઉઘરાવતી આજવા રોજની પોદાર ઇન્ટરનેશનલ શાળા (Podar International School - Vadodara) માં ભણતા વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ હુમલો (Podar International School - Student Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે, આજે 12 વાગ્યે લંચ બ્રેકમાં હું જમવા જઇ રહ્યો હતો. ત્યારે મેં એક છોકરાને હટી જવા કહ્યું હતું. પરંતુ તે હટ્યો ન્હતો. બાદમાં મેં પ્રેમ પૂર્વક તેના ખભે હાથ મુકીને હટી જવા કહ્યું હતું. બાદમાં તે ગુસ્સામાં હટ્યો હતો. સાથે જ તેણે મારી આંખ નજીક તેના અણિયારા નખ માર્યા હતા. તેની બેગમાં નાનું ચપ્પુ હતું. ચપ્પુ બટન બદાવતા ખુલતું હતું. ક્લાસમાં તેણે ચપ્પુ બધાને બતાવ્યું હતું.

Advertisement

પરંતુ તેમાં કંઇ મળ્યું ન્હતું

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષકો પણ કંઇ બોલ્યા ન્હતા. મેં શિક્ષકને (Podar International School - Student Attack) જાણ કરી ત્યારે તેમણે તેના માતા-પિતાને તેની ફોટો લઇને મોકલી આપી હતી. પછી મને લોહી નીકળતું હતું ત્યાં રૂ દબાવી દીધું હતું. એક દિવસ પહેલા અમારી શાળામાં બેગ ચેક કરવામાં આવી હતી. પરંતુ તેમાં કંઇ મળ્યું ન્હતું. તેણે ચપ્પુ છુપાવી દીધું હતું. સ્કુલ મેનેજમેન્ટ દ્વારા આવા બાળકોને કાઢી મુકવા જોઇએ.

મેનેજમેન્ટ આગળની કાર્યવાહી કરે તે જરૂરી

વાલીનું કહેવું છે કે, આ અમારી માટે ચિંતાની વાત છે. શાળા મેનેજમેન્ટ (Podar International School - Student Attack) દ્વારા સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ચેકીંગ થયું હતું, તે વારંવાર થવું જોઇએ. અમે બાળકોની સુરક્ષાને લઇને ચિંતિત છે. શાળામાં આવી તકલીફ આવે તો અમારે શું કરવું જોઇએ. મેનેજમેન્ટ આગળની કાર્યવાહી કરે તે જરૂરી છે. અમદાવાદની ઘટના બાદ શાળામાં બેગ કરવું ખુબ જરૂરી છે.

આ પણ વાંચો ----- Vadodara : પાદરામાં શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથક પહોંચ્યો

Tags :
Advertisement

.

×