Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં હુમલાની ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરાઇ

Vadodara : ઘટના બાદ જે વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી, તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તે બાદ શાળાની પ્રવૃત્તિમાં જોડાઇ ગયો હતો
vadodara   પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં હુમલાની ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરાઇ
Advertisement
  • પોદાર ઇન્ટરનેશલ સ્કુલમાં વિદ્યાર્થીને નખ મારતા વિવાદ
  • મોંઘી ફી વસુલતી શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા
  • સમગ્ર મામલો સપાટી પર આવતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી

Vadodara : વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશલ સ્કુલમાં (Podar International School - Student Attack) વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શાળાના વિદ્યાર્થીની બેગમાં પ્લાસ્ટીકનું ચાકુ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ આ પ્રકારની ઘટનાઓ નિવારવા માટે સ્કુલ મેનેજમેન્ટ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે બંને પક્ષના વાલી જોડે વાતચીત ચાલુ છે.

Advertisement

સ્કુલ બેગ નિયમીત ચેક કરાય છે

વાઘોડિયાના પીઆઇ જાડેજાએ વીડિયો મારફતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાત સામે આવી હતી. પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ (Podar International School - Student Attack) માં વિદ્યાર્થીને નખ વાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અને મેસેજમાં ચાકુ જેવું સાઘન મળ્યું હોવાનું જણાવાઇ રહ્યું છે. જે ખોટું છે, હકીકતે સ્કુલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા, વિદ્યાર્થીઓનો સામાન સ્કુલમાં નિયમીત ચેક કરવામાં આવે છે. સ્કુલમાં ઘટના બાદ જે વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી, તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તે બાદ બાળક શાળાની પ્રવૃત્તિમાં જોડાઇ ગયો હતો. સ્કુલ બેગ નિયમીત ચેક કરાય છે. શાળાના સીસીટીવી ચેક કરવામાં આવનાર છે.

Advertisement

માફી પત્ર લખવામાં આવ્યું

તેમણે વધુમાં જણાવ્યું કે, ચાકુ જેવા સાધન અંગે તપાસ કરતા તેવું જાણવા મળ્યું કે, બાળક પાસે પ્લાસ્ટીકનું ચાકુ હતું, કોઇ ધારદાર હથિયાર નહીં, પરંતુ રમકડું હતું. જેને જમા કરી લેવામાં આવ્યું છે. કંઇ પણ ગુનાહિત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. બંને બાળકોના વાલીઓનો સંપર્ક કરીને બોલાવવામાં આવ્યા છે. તેઓ કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નથી કરવી તેમ જણાવે છે. તેમણે બાળકોના ઝઘડા બાબતે શાળામાં રજુઆત કરી છે. ઇજાગ્રસ્તનો મોટો ભાઇ શાળામાં ધો - 10 માં ભણે છે, અને તેને પણ બાળક સાથે ઝઘડો થયો હતો. તે બાબતે માફી પત્ર લખવામાં આવ્યું છે. જે બાળકે અન્ય બાળકને ઇજા પહોંચાડી છે, તેના વાલીઓ દ્વારા શાળામાં જઇને માફી પત્ર લખી આપવામાં આવ્યું છે.

શું હતો સમગ્ર મામલો

શહેરની જાણીતી અને ઉંચી ફી ઉઘરાવતી આજવા રોજની પોદાર ઇન્ટરનેશનલ શાળા (Podar International School - Vadodara) માં ભણતા વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ હુમલો (Podar International School - Student Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે, આજે 12 વાગ્યે લંચ બ્રેકમાં હું જમવા જઇ રહ્યો હતો. ત્યારે મેં એક છોકરાને હટી જવા કહ્યું હતું. પરંતુ તે હટ્યો ન્હતો. બાદમાં મેં પ્રેમ પૂર્વક તેના ખભે હાથ મુકીને હટી જવા કહ્યું હતું. બાદમાં તે ગુસ્સામાં હટ્યો હતો. સાથે જ તેણે મારી આંખ નજીક તેના અણિયારા નખ માર્યા હતા. તેની બેગમાં નાનું ચપ્પુ હતું. ચપ્પુ બટન બદાવતા ખુલતું હતું. ક્લાસમાં તેણે ચપ્પુ બધાને બતાવ્યું હતું.

પરંતુ તેમાં કંઇ મળ્યું ન્હતું

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષકો પણ કંઇ બોલ્યા ન્હતા. મેં શિક્ષકને (Podar International School - Student Attack) જાણ કરી ત્યારે તેમણે તેના માતા-પિતાને તેની ફોટો લઇને મોકલી આપી હતી. પછી મને લોહી નીકળતું હતું ત્યાં રૂ દબાવી દીધું હતું. એક દિવસ પહેલા અમારી શાળામાં બેગ ચેક કરવામાં આવી હતી. પરંતુ તેમાં કંઇ મળ્યું ન્હતું. તેણે ચપ્પુ છુપાવી દીધું હતું. સ્કુલ મેનેજમેન્ટ દ્વારા આવા બાળકોને કાઢી મુકવા જોઇએ.

મેનેજમેન્ટ આગળની કાર્યવાહી કરે તે જરૂરી

વાલીનું કહેવું છે કે, આ અમારી માટે ચિંતાની વાત છે. શાળા મેનેજમેન્ટ (Podar International School - Student Attack) દ્વારા સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ચેકીંગ થયું હતું, તે વારંવાર થવું જોઇએ. અમે બાળકોની સુરક્ષાને લઇને ચિંતિત છે. શાળામાં આવી તકલીફ આવે તો અમારે શું કરવું જોઇએ. મેનેજમેન્ટ આગળની કાર્યવાહી કરે તે જરૂરી છે. અમદાવાદની ઘટના બાદ શાળામાં બેગ કરવું ખુબ જરૂરી છે.

આ પણ વાંચો ----- Ahmedabad : સેવન્થ ડે સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન, સ્વર્ગસ્થના પિતાએ કરી આ માગ

Tags :
Advertisement

.

×