VADODARA : રથયાત્રાને લઇને પોલીસ અને પાલિકા તંત્રએ કમર કસી
- રથયાત્રાને લઇને તૈયારીઓ પૂરજોશમાં જારી
- પોલીસ અને પાલિકા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે
- 27, જુનો ભગવાન જગન્નાથજી પોતાના પરિવાર સાથે રથમાં સવાર થઇને નગરચર્યાએ નીકળશે
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં 27, જુના રોજ ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી રથયાત્રામાં (RATHYATRA - 2025) સવાર થઇને નગરચર્યાએ નીકળશે. વડોદરામાં વર્ષોથી ઇસ્કોન મંદિર (ISKON - VADODARA) દ્વારા રથયાત્રાનું મોટું આયોજન કરવામાં આવે છે. આ પૂર્વે વડોદરામાં પોલીસ વિભાગ (VADODARA POLICE) અને પાલિકા વિભાગ (VADODARA VMC) દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત મોડી સાંજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂટ પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તો આજે સવારથી જ પાલિકા દ્વારા રૂટ પર નડતરરૂપ ઝાડ દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, બંને વિભાગો દ્વારા કમરકસી લેવામાં આવી છે.
જરૂરી સૂચનો આપવામાં આવ્યા
વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા 27, જુનના રોજ અષાઢી બીજ પર રથયાત્રાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનથી રથમાં સવાર થઇને ભગવાન જગન્નાથજીનો પરિવાર વિવિધ વિસ્તારોમાં નગરચર્યાઓ નીકળશે. રથયાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરીને પોલો ગ્રાઉન્ડ પર સંપન્ન થશે. આ રૂટનું ગતરોજ વડોદરા પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલની ઉપસ્થિતીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અને રૂટ પર રથયાત્રાનું સુચારુ આયોજન થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.
વિવિધ વિભાગો કામગીરી કરશે
આ બાદ આજે સવારે વડોદરા પાલિકા દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ઝાડ નું ટ્રીમીંગ કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. આગામી સમયમાં અલગ અલગ વિભાગો દ્વારા રથયાત્રાને લગતી કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રથયાત્રાનો રૂટ અંદાજીત 7 કિમી જેટલો હોય છે. મધ્યાહન સમયે શરૂ કરવામાં આવતી રથયાત્રા સાંજે પૂર્ણ થાય છે. રથયાત્રા જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવે છે. રથયાત્રામાં ભગવાનના દર્શન પામવા આખું શહેર રસ્તા પર ઉતરી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે.
આ પણ વાંચો --- VADODARA : યોગ સાથે બદલાયો જીવનનો દૃષ્ટિકોણ, મહિલાએ 30 કિલો વજન ઘટાડ્યું


