Vadodara : દિવાળી પૂર્વે રૂ. 3.05 કરોડના પ્રોહીબીશનના મુદ્દામાલ પર બુલડોઝર ફર્યું
- વડોદરા પોલીસે દિવાળી પૂર્વે જપ્ત કરેલા પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કર્યો
- દરજીપુરા ખાતે મુદ્દામાલ એકત્ર કરવામાં આવ્યો હતો
- સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું
Vadodara : દિવાળી પૂર્વે વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા રૂ. 3.05 કરોડનો પ્રોહીબીશનના મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કર્યો છે. વડોદરા ડીસીપી ઝોન - 4 ની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ દ્વારા કોર્ટમાંથી હુકમ મેળવીને સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઝોનમાં કુલ 307 જેટલા કેસોમાં 2.02 લાખ નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુદ્દામાલને દરજીપુરા ખાતે એકત્ર કરવામાં આવ્યો
વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી અંતર્ગત જપ્ત કરવામાં આવેલી પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા શહેર પોલીસના ઝોન - 4 માં આવતા પોલીસ મથકમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઝોન નં - 4 માં 6 પોલીસ મથક આવે છે. તે પૈકી બાપોદ, સિટી, કુંભારવાડા, હરણી, કારેલીબાગ અને સમા પોલીસ મથકમાં કુલ મળીને 307 કેસોમાં પકડવામાં આવેલા મુદ્દામાલને દરજીપુરા ખાતે એકત્ર કરવામાં આવ્યો હતો.
સક્ષમ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા
આ મુદ્દમાલ પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ કામગીરી સમયે ડીસીપી ઝોન - 4 એન્ડ્રુ મેકવાન, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વી. કે. સાંબડ, એસીપી. (જી અને એચ ડિવિઝન), સેન્ટ્રલ એક્સાઇઝના સબ ઇન્સ્પેક્ટર તથા તમામ થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. કાર્યવાહીમાં જોડે બુલડોઝર, જેસીબી, રોલરત, ફાયર ફાઇટર પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલમાં 2.02 લાખ દારૂની બોટલ અને ટીનનો સમાવેશ થાય છે. જેની કિંમત રૂ., 3.05 કરોડ આંકવામાં આવી રહી છે.
આ પણ વાંચો ---- Vadodara : હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટની સાઇટ પરથી JCB વડે મહાકાય મગરનું રેસ્ક્યૂ