Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : જાહેરમાં તલવાર અને ખંજરથી ખૌફ સર્જનારને કાન પકડાવતી પોલીસ

વડોદરાના વારસીયા પોલીસ મથકની હદમાં જાહેરમાં તલવાર અને ખંજર વડે હુમલો કરવા જતા હોવાની ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને વિવિધ ટીમો બનાવીને આરોપીને દબોચી લીધા છે. આ કૃત્ય જૂની અદાવતે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જાહેરમાં હીરોગીરી કરતા બંને આરોપીઓને દબોચીને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવવામાં આવી છે.
vadodara   જાહેરમાં તલવાર અને ખંજરથી ખૌફ સર્જનારને કાન પકડાવતી પોલીસ
Advertisement
  • વડોદરામાં જાહેરમાં ખૌફ સર્જવાનો પ્રયાસ કરનાર ઝબ્બે
  • વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી
  • બંને આરોપીઓને હથિયાર સાથે દબોચી લેવામાં આવ્યા છે

Vadodara : તાજેતરમાં વડોદરાના (Vadodara) વારસીયા પોલીસ મથકમાં વૃંદાવન ટાઉનશીપ પાસા હે શખ્સો દ્વારા ચમન ટેકરા, હાથીખાના પાસે જાહેરમાં તલવાર અને ખંજર લઇને મારવા દોડ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે વારસીયા પોલીસ મથકમાં (Warasiya Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. અને ખૌફ ઉભો કરનાર તલવાર અને ખંજરની સામે કાનપટ્ટી પકડાવીને ઉઠક-બેઠક કરાવી દીધી છે. પોલીસની કામગીરીને પગલે કાયદો હાથમાં લેનાર લોકોમાં ડર પેંસી જવા પામ્યો છે. તો બીજી તરફ લોકો આ પ્રકારની ત્વરિત કાર્યવાહી તમામ કિસ્સાઓમાં થાય તેવી આશા સેવી રહ્યા છે.

Advertisement

જાહેર રસ્તા પર ગુનેગારો બેફામ બન્યા

વડોદરાના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જાહેરમાં એક શખ્તની પાછળ અન્ય બે શખ્સો તલવાર અને ખંજર લઇને દોડ્યા હતા. જાહેર રસ્તા પર ગુનેગારો બેફામ બન્યા હોવાનું સામે આવતા લોકોમાં ચિંતા પેંસી હતી. જો કે, વીડિયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. અને આ ઘટનાને અંજામ આપનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ વારસીયા પોલીસે સર્વેલન્સ વિભાગની અલગ અલગ ટીમો બનાવીને ટેક્નિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસે ફરદીન યાસીનભાઇ દિવાન અને સર્ફુદ્દીન મુસ્તાકશા (બંને રહે. ચમન ટેકરા, હાથીખાના, વડોદરા) ને દબોચી લીધા છે.

Advertisement

ઉઠક-બેઠક કરાવવામાં આવી

ઉપરોક્ત બબાલ જુની અદાવતે થઇ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. આરોપીઓને દબોચી લીધા બાદ વારસીયા પોલીસ મથક બહાર ખંજર અને તલવાર સામે જ તેમને કાનપટ્ટા પકડાવીને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. વારસીયા પોલીસ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીની લોકો સરાહનાક રી રહ્યા છે.

આ પણ વાંચો -----  Surat BJP નેતાનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાયફો થયો

Tags :
Advertisement

.

×