VADODARA : 22 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીથી ભારે ચર્ચા
VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા પોલીસ મથકમાં વહીવટદારની કામગીરી જોતા જવાનોનો મુદ્દો પોલીસ કમિશનર સમક્ષ ઉઠાવ્યો હતો
Advertisement
- સાંસદે કમિશનર સમક્ષ વહીવટદારનો મુદ્દો ઉઠાવતા બદલીની વાતોએ જોર પકડ્યું હતું
- વહીવટદારની બદલીની વાટ જોતા વિભાગમાં અચાનપ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી દેવાઇ
- પોલીસ ઇન્સ્પેક્ટરને બદલી કરાયેલા સ્થળે તુરંત ચાર્જ સંભાળવાનો આદેશ અપાયો
VADODARA : વડોદરા શહેર પોલીસ કમિશનર (VADODARA CITY POLICE COMMISSIONER) નરસિમ્હા કોમાર (NARSIMHA KOMAR - IPS) દ્વારા 22 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી (PI INTERNAL TRANSFER) છે. જેને પગલે વિભાગમાં ભારે ચર્ચાઓ ચાલી છે. તાજેતરમાં શહેરના સાંસદ અને ધારાસભ્યોની પોલીસ કમિશનર જોડે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા પોલીસ મથકમાં વહીવટદારની કામગીરી જોતા જવાનોનો મુદ્દો પોલીસ કમિશનર સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યાર બાદથી વહીવટદારોની બદલી થાય તેવી શક્યતાઓ ઉજળી બની હતી. જો કે, વહીવટદારની બદલીઓની ચર્ચાઓ વચ્ચે આજે શહેર પોલીસ કમિશનર દ્વારા 22 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દીધી છે. અને બદલીના સ્થળે તાત્કાલિક ધોરણે હાજર થવા માટે જણાવ્યું છે.
જાણો કયા અધિકારીને ક્યાં મુકવામાં આવ્યા છે - યાદી વિગતવાર
Advertisement
Advertisement
આ પણ વાંચો ----


