Vadodara : સશસ્ત્ર સૈન્ય ટુકડીને સાથે રાખીને પોલીસનું ફૂટ પેટ્રોલીંગ
- વડોદરામાં સેનાના જવાનો અને પોલીસનું ફૂટ માર્ચ
- તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતર્ક બની
- લોકોને અફળાહોથી દુર રહેવા માટે ડીસીપીની અપીલ
Vadodara : વડોદરા (Vadodara) માં આજે સશસ્ત્ર સૈન્ય ટુકડીને (Army Platoon) સાથે રાખીને શહેર પોલીસ (City Police) દ્વારા ફૂટ પેટ્રોલીંગ (Foot Patrolling - Vadodara) હાથ ધરવામાં આવ્યું છે. વિલેતા સપ્તાહમાં વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવા અને વાહન અડી જતા બબાલ મચી ગયા બાદ ટોળા એકત્ર થયાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ આજે પોલીસે સૈન્ય ટુકડીને સાથે રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ (Flag March - Vadodara) યોજ્યું છે. સાથે જ લોકોને અફવાહોથી બચવા માટે અપીલ કરવામાં આવી છે.
પોલીસ ટ્રાફીક મેનેજમેન્ટ સારી રીતે કરે જ છે
DCP અભિષેક ગુપ્તાએ (DCP Abhishek Gupta) મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, દુધવાળા મહોલ્લાથી ફ્લેગ માર્ચ (Foot Patrolling - Vadodara) કરવામાં આવ્યું છે. લાલ કોર્ટ પાસેના વધારાના પાર્કિંગને સમજાવટથી દુર કરવામાં આવ્યા છે. અને સમજાવટ બાદ પણ વાહનો પાર્ક કરાશે, તો તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અહિંયા ઘણીબધી દુકાનોમાં સીસીટીવી કેમેરા નથી, જેથી વેપારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી છે. દુકાનમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકનું વાહન પીળા પટ્ટાની અંદર થાય તે માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ ટ્રાફીક મેનેજમેન્ટ સારી રીતે કરે જ છે. પરંતુ ગણોશજીના દર્શન માટે ભક્તો આવતા હોય છે. તેના કારણે નાની સમસ્યા સર્જાઇ શકે છે. ઘણી જગ્યાએ એસઆરપીના પોઇન્ટ છે, પીસીઆર વાન મુકવામાં આવી છે. આવી ઘટનાઓ ના બને તે માટે અમે પગલાં લીધા છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, કોઇ પણ વીડિયો-મટિરિયલની ખરાઇ કરવી જોઇએ. જુની ઘટનાઓને હાલની બતાવીને વીડિયો મુકવાથી બચવું જોઇએ.
લોકોએ અફવાહોથી દુર રહેવું જોઇએ
DCP મંજીતા વણઝારા (DCP Manjita Vanzara) એ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, નવાપુરા અને રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ રીતે પતે તે માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફે પેરામિલિટરી ફોર્સિસ સાથે, ફૂટ પેટ્રોલીંગ (Foot Patrolling - Vadodara) કરવામાં આવી રહ્યું છે. લોકોએ અફવાહોથી દુર રહેવું જોઇએ, ટોળાશાહીથી પણ દુર રહેવું જોઇએ. સાથે જ પોલીસની કામગીરીમાં સાથ સહકાર આપવો જોઇએ. તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ સુસજ્જ છે.
આ પણ વાંચો ----- Vadodara : ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, નાણાંનો વેડફાટ


