ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પોલીસે દારૂની મહેફીલ પર દરોડો પાડી 9 ને દબોચ્યા

VADODARA : સિટી વિસ્તારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની કન્ટ્રોલ રૂમ વર્ધી મળી, જે બાદ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી
12:57 PM Jun 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : સિટી વિસ્તારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની કન્ટ્રોલ રૂમ વર્ધી મળી, જે બાદ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા પોલીસ મથક (NAVAPURA POLICE STATION) વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન શિન્દે કોલોનીમાં આવેલા ઘરમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની કન્ટ્રોલ રૂમ વર્ધી મળી હતી. જે બાદ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 9 ઇસમો મળી આવ્યા હતા. જે બાદ તમામની મુદ્દામાલ સહિત ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એકેયના મોંઢા પર અફસોસ જોવા મળ્યો ન્હતો. ઉપરથી કેટલાકના મોંઢા હસતા હોય તેવી તસ્વીરો સામે આવી રહી છે.

રસિયાઓમાં ભારે ફફડાટની લાગણી પેંસી જવા પામી

આ ઘટનામાં પકડાયેલ એક પૈકી હિતેશ ખારવા ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અશોક ખારવાનો સગો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સંતાઇને મહેફીલો માણસા રસિયાઓમાં ભારે ફફડાટની લાગણી પેંસી જવા પામી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂની બોટલો, ગ્લાસ, નમકીન, સોડા, અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત કાર્યવાહીમાં પકડાયેલા આરોપીઓ

  1. હિતેશભાઇ જગદીશભાઇ ખારવા (રહે. શિંદે કોલોની, વડોદરા)
  2. હિમલેશભાઇ હસમુખભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, ખારવાવાડ)
  3. અનીલભાઇ રમેશભાઇ ખારવા (રહે. નવાપુરા, ખારવાવાડ)
  4. હિરેનભાઇ કનુભાઇ ખારવા (રહે. શીયાબાગ, ભાઉદાસ મહોલ્લો)
  5. દિપેશભાઇ દિનેશભાઇ ખારવા (રહે. ગણેશ ચોક, પથ્થરગેટ)
  6. દિનકરભાઇ અરવિંદભાઇ ખારવા (રહે. મદનઝાંપા રોડ)
  7. પરેશ તુલસીદાસ ખારવા (રહે. નવાપુરા, શિકોતરમાતાના મંદિર પાસે)
  8. મુકેશભાઇ બાલકીશન શર્મા (રહે. તંબોલીવાડ, મદનઝાંપા રોડ)
  9. આશીષ મહેશભાઇ ખારવા (રહે. હરિભક્તિ વાડી)

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીને અવરોધરૂપ બુલેટ ટ્રેનના એપ્રોચ રોડ દુર કરાયા

Tags :
accusedcaughtdozenGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinliquorpartypolicequarterRaidsmilingstationVadodara
Next Article