ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : આગમન યાત્રામાં શ્રીજી પર ઈંડુ ફેકનારના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા, રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું

Vadodara : ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ બંનેએ હાથ જોડેલા છે
12:35 PM Aug 27, 2025 IST | PARTH PANDYA
Vadodara : ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ બંનેએ હાથ જોડેલા છે

Vadodara : વડોદરા (Vadodara) માં બે દિવસ પૂર્વે સિટી પોલીસ મથક વિસ્તારમાંથી શ્રીજીની આગમન યાત્રા (Ganesh Chaturthi - 2025) નીકળી હતી. આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઇસમો દ્વારા ઈંડુ ફેંકવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ સતર્ક બની હતી. અને વિસ્તારમાં કોમ્બિંગ કરીને ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આરોપીઓના ચાલવાનાય ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે, સાથે જ આરોપીઓએ હાથ જોડેલા હતા. પોલીસ (Vadodara Police) ના ચુસ્ત જાપ્તા સાથે રીકન્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે.

સિટી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

વડોદરામાં (Vadodara) વોર્ડ 17 માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મોડી રાત્રે 3 ક્લાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી. પાલિકાનાં દંડક, ભાજપ કોર્પોરેટરો સ્થળ પર દોડી આવ્યા હતા. ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેના અનુસંધાને કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમંદ ઈર્શાદ કુરેશીને સાથે રાખીને રીકન્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસની કડક કાર્યવાહી

ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ બંનેએ હાથ જોડેલા છે. અને મોઢું નીચુ રાખીને વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા છે. શહેરની શાંતિ ડહોળાય તેવા પ્રયાસો કરનાર તત્વો વિરૂદ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ શહેરની શાંતિ જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો ------ અમદાવાદમાં રફ્તારનો આતંક : જમાલપુરમાં સગીર કારચાલકે 5-6 વાહનોને મારી ટક્કર મારી, પોલીસે કરી અટકાયત

Tags :
EggThrowProcessionGujaratFirstgujaratfirstnewsReconstructionVadodaraVadodaraPolice
Next Article