Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : દિવાળી પૂર્વ કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસની રાતપાળી

Vadodara : શકમંદોના ઘરમાં તપાસ, તેમની પુછપરછ, જરૂરી દસ્તાવેજોની ખરાઇ, નોંધણી, વાહનની માલિકી, મોબાઇલ ફોન સહિતની તપાસ કરાઇ
vadodara   દિવાળી પૂર્વ કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસની રાતપાળી
Advertisement
  • દિવાળી પૂર્વે પોલીસે વ્યવસ્થા જાળવવા કમર કસી
  • વિવિધ વિસ્તારોમાં સ્પેશ્યિલ રાત્રી કોમ્બિંગનું આયોજન કરાયું
  • શકમંદોની ઝીણી ઝીણી વિગતો એકત્ર કરવામાં આવી

Vadodara : દિવાળીનો તહેવાર (Diwali Festival) દિવસેને દિવસે નજીક આવી રહ્યો છે. ત્યારે ઉત્સવપ્રિય નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બને તે માટે વડોદરા શહેર પોલીસે (Vadodara City Police) કમર કસી લીધી છે. વડોદરા પોલીસ દ્વારા ડીસીપીના નેતૃત્વમાં રાત્રી કોમ્બિંગ (Special Night Combing - Vadodara Police) હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં ભાડુઆતને આપેલા મકાન, પ્રોહીબીશન, એમ.વી.એક્ટ, જી.પી. એક્ટ, હિસ્ટ્રી શીટર ચેક, સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને પગલે ખોટું કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ શહેરવાસીઓ સુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે.

Advertisement

જરૂરી માહિતી એકત્ર કરી

વડોદરા શહેર પોલીસની હદમાં આવતા ઝોન - 63 માં ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં એસીપી સહિતના અધિકારીઓ કર્મચારીઓને સાથે રાખીને રાત્રી કોમ્બિંગ (Special Night Combing - Vadodara Police) હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસના 120 કર્મચારીઓએ ટીમો બનાવીને શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં આવતા તરસાલી વુડાના મકાન, દિવાળીપુરા વુડાના મકાન તથા કપુરાઇ પોલીસ મથક હદ વિસ્તારમાં આવસા સોમા તળાવ વુડાના મકાનોમાં સ્પેશ્યિલ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવમાં શકમંદોના ઘરમાં તપાસ, તેમની પુછપરછ, જરૂરી દસ્તાવેજોની ખરાઇ, નોંધણી, વાહનની માલિકી, મોબાઇલ ફોન સહિતની માહિતી એકત્ર કરી હતી.

Advertisement

કેસો નોંધાયા

પોલીસની 11 ટીમો દ્વારા બોડીવોર્ન કેમેરા સાથે રાખીને સાંજના 6 વાગ્યાથી લઇને રાત્રીના 10 વાગ્યા સુધીમાં તપાસ હાથ ધરી હતી. આ કોમ્બિંગ (Special Night Combing - Vadodara Police)દરમિયાન ભાડા કરાર વગર રહેતા 15 કેસો, પ્રોહી પઝેશનના 5 કેસો, એમ.વી એક્ટ ના 19 કેસો, હિસ્ટ્રીશીટર ચેક 4, સહિતના મામલો નોંધણી થઇ હતી. આ કાર્યવાહીને પગલે વડોદરાવાસીઓમાં શાંતિ અને સલામતીની લાગણી પ્રવર્તી રહી છે. તો બીજી તરફ ખોટું કરનારાઓને મનમાં સતત ડર અને ફફડાટ વ્યાપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસ આ કામગીરી આવનાર દિવસોમાં પણ ચાલુ રાખનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ----  Vadodara : ગરબા મેદાનના કલાત્મક તોરણ હવે શહેરની શોભા વધારશે

Tags :
Advertisement

.

×