ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : હિટ એન્ડ રનની ઘટનાઓ વધતા પોલીસ એલર્ટ, ચેકીંગ સઘન કરાયું

દિપાવલી પર્વમાં વડોદરામાં એક પછી એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે વડોદરા પોલીસના તહેવાર ટાણે રાત્રી બંદોબસ્ત પર સવાલો ઉઠવા પામ્યા હતા. પરંતુ હવે પોલીસે રાત્રી બંદોબસ્ત સઘન બનાવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ ટાળવા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું લોકોનું માનવું છે.
09:33 AM Oct 24, 2025 IST | PARTH PANDYA
દિપાવલી પર્વમાં વડોદરામાં એક પછી એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે વડોદરા પોલીસના તહેવાર ટાણે રાત્રી બંદોબસ્ત પર સવાલો ઉઠવા પામ્યા હતા. પરંતુ હવે પોલીસે રાત્રી બંદોબસ્ત સઘન બનાવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ ટાળવા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું લોકોનું માનવું છે.

Vadodara : વડોદરા (Vadodara) માં દિપાવલી પર્વમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ (Drink And Drive) અને હિટ એન્ડ રનની (Hit And Run) ઘટનાઓ વધારે સામે આવી હતી. જેને પગલે વડોદરા પોલીસ (Vadodara Police) વધારે સતર્ક બની છે. ગત મોડી રાત બાદ પોલીસે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર બેરિકેટિંગ કરીને વાહન તપાસ અને શંકાસ્પદ વ્યક્તિઓને બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરી હતી. રાત્રીના આ બંદોબસ્તમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે રાત્રી ચેકીંગ સઘન બનાવતા ખોટું કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે, જ્યારે સામાન્ય માણસ સુરક્ષાની લાગણી અનુભવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પીઆઇ, એસીપી, ડીસીપી કામગીરીમાં જોડાયા

સમગ્ર બંદોબસ્ત અંગે ડીસીપી એન્ડ્રૂ મેકવાને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકીંગની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં 10 સ્થળોએ પોલીસ મથકની જુદી જુદી ટીમો હાજર રહીને પીઆઇ, એસીપી, ડીસીપી હાજર રહીને, વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા છે. જુદા જુદા વાહન ચાલકોને રોકીને તેમનું ચેકીંગ થઇ રહ્યું છે. તેમજ જે લોકો લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર તથા કાળા કાચ વાળી કાર પર નજર રાખવામાં આવી રહી છે, અને વિશેષ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો ડામવા માટે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરીને ચાલકોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન જો કોઇ વ્યક્તિ નશામાં મળી આવશે, તો તેના વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

અસરકારક પગલાં લીધા

અત્રે નોંધનીય છે કે, દિપાવલી પર્વમાં વડોદરામાં એક પછી એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે વડોદરા પોલીસના તહેવાર ટાણે રાત્રી બંદોબસ્ત પર સવાલો ઉઠવા પામ્યા હતા. પરંતુ હવે પોલીસે રાત્રી બંદોબસ્ત સઘન બનાવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સાથે જ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ ટાળવા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું લોકોનું માનવું છે.

આ પણ વાંચો ----- Gujarat Unseasonal Rain: વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની જાણો આગાહી

Tags :
GujaratFirstgujaratfirstnewsGujaratiNewsHitAndRunCaseNightPatrollingVadodaraPolice
Next Article