VADODARA : POLYPLAST કંપનીમાં બ્લાસ્ટ થતા 7 ઇજાગ્રસ્ત, શંકાના દાયરામાં ફાયર NOC
- મેનપુરી ગામે આવેલી કંપનીમાં કર્મચારીઓની સુરક્ષાના નામે મીંડુ
- ફાયર સેફ્ટી વગર ચાલતી પોલી પ્લાસ્ટ તકંપનીમાં બ્લાસ્ટ
- એક કર્મચારી અતિગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે
VADODARA : આજરોજ વડોદરા ગ્રામ્યના ડભોઇ (VADODARA - DABHOI) ના મેનપુરા ગામે આવેલી પોલી પ્લાસ્ટ કેમી પ્લાન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં (POLY PLAST CHEMI PLANTS INDIA PVT LTD) બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં કંપનીના 7 કર્મચારીઓને ઇજાઓ પહોંચી છે. આ ઘટના સામે આવતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. બીજી તરફ ડભોઇના ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું કે, કંપની પાસે ફાયર એનઓસી નહીં હોવાનું તેમના ધ્યાને આવ્યું છે. આવા સંજોગોમાં દુર્ઘટનાગ્રસ્ત કંપની તથા તેની આસપાસના એકમોની ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ મુકવામાં આવી છે.
કંપનીમાં આજે સવારે બ્લાસ્ટ થયો
વડોદરા પાસે આવેલા ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નામે લાલીયાવાડી ચાલતી હોવાની ઘટના સપાટી પર આવી છે. આ વાતને લઇને ખુદ ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. વડોદરા પાસે આવેલા મેનપુરી ગામ નજીક પોલી પ્લાસ્ટ કેમી પ્લાન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપની આવેલી છે. આ કંપનીમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 7 કર્મચારીઓને મોટી થી લઇને અતિગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે કર્મચારીઓની સૂરક્ષામાં ચૂક પાછળ જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ ધારાસભ્યએ કરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
કંપની પાસે ફાયર એનઓસી નથી
ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ (BJP MLA SHAILESH SOTTA) મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારે મેનપુરા ગામ પાસે આવેલી પોલી પ્લાસ્ટ કેમી પ્લાન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. તેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે પૈકી એક અતિગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. આ કંપની પાસે ફાયર એનઓસી નથી તેવી જાણકારી મને મળી છે. આ અંગે જિલ્લા કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં તલસ્પર્શી તપાસ થાય તે અંગેની રજૂઆત કરી છે. જો કંપની પાસે ફાયર એનઓસી ના હોય તો તાત્કાલિક કંપની વિરૂદ્ધ એક્શન લેવા માટે રજુઆત કરી છે.
આ પણ વાંચો ---- VADODARA : ટ્રેનમાં આવેલા શખ્સ પાસેથી કરોડોની કિંમતનું સોનું જપ્ત, સ્ત્રોત જાણવા તપાસ તેજ


