Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રેનમાં આવેલા શખ્સ પાસેથી કરોડોની કિંમતનું સોનું જપ્ત, સ્ત્રોત જાણવા તપાસ તેજ

VADODARA : આ મામલે દાણચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી રહી છે. જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દેવામાં આવી છે
vadodara   ટ્રેનમાં આવેલા શખ્સ પાસેથી કરોડોની કિંમતનું સોનું જપ્ત  સ્ત્રોત જાણવા તપાસ તેજ
Advertisement
  • વડોદરા રેલવે પોલીસે સોનાના મોટા જથ્થા સાથે એકની ધરપકડ કરી
  • યુવક સોનાના ઘરેણા વેપારીને વેચવા આવ્યો હોવાનું જણાવી રહ્યો છે
  • વડોદરા પોલીસે દાણચોરી સહિતના પાસાઓને ધ્યાને રાખીને તપાસ તેજ કરી

VADODARA : આજે સવારે મુંબઇથી વડોદરા (MUMBAI TO VADODARA) આવેલી વંદે ભારત ટ્રેનમાં (VANDE BHARAT TRAIN) આવતા મોહિત સિંઘવી નામના એક શખ્સને પોલીસે દબોચ્યો છે. તેની પાસેના સામાનની તપાસમાં મોટી માત્રામાં સોનાના ઘરેણાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. બાદમાં શખ્સની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની કિંમતનું સોનું ક્યાંથી લાવીને ક્યાં લઇ જઇ રહ્યો હતો, તે સહિતના પ્રશ્નો ઉકેલવા માટે વડોદરા રેલવે પોલીસ દ્વારા તપાસ તેજ બનાવી દેવામાં આવી છે. જો કે, આ મામલે મુસાફરનું કહેવું છે કે, તેની પાસે તમામના બિલ-પુરાવા છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ વડોદરા પોલીસ દ્વારા લિક્વિડ સોનાની દાણચોરીનો મોટો કિસ્સો પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટના સામે આવી છે. જેમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને કાર્યવાહી કરી રહી છે.

Advertisement

દાણચોરીની આશંકાએ તપાસ

આ સમગ્ર મામલે વડોદરા રેલવે પોલીસની ડીવાયએસપી જી. એસ. બારીયાએ મીડિયાને જણાવ્યું કે, અમે 6 કરોડની કિંમતના સોના સાથે શખ્સને પકડ્યો છે. તેનું કહેવું છે કે, તેની પાસે બિલ-પુરાવા છે. દાણચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી રહી છે. જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. તે મુંબઇથી વડોદરા આવ્યો છે. તે વડોદરાના નાના વેપારીને સોનું પસંદ પડે તો વેચતા હોવાનું જણાવી રહ્યા છે.

Advertisement

આ સિક્યોરીટી સંબંધિત પ્રશ્ન છે

તેમણે વધુમાં જણાવ્યું કે, તે ગણદેવીકર સોનીનું નામ લઇ રહ્યો છે, તેમની પાસે બીલ છે, અને આ કાયદેસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કોઇ પણ ગુનાહિત કૃત્ય જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સિક્યોરીટી સંબંધિત પ્રશ્ન છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાંના ભંગનો ગુનો થતો હશે, તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેનું કહેવું છે કે, પહેલી વખત તે આવ્યો છે. તે સિવાયના વેપારી-એજન્ટ આવતા હોઇ શકે છે.

આ પણ વાંચો ---- VADODARA : કરજણના દેરોલી ગામની નર્મદા કેનાલમાં કાર ખાબકી, બે ના મોત

Tags :
Advertisement

.

×