VADODARA : વરસાદના એક જ ઝાપટામાં શહેર તરબતર થઇ ગયું
- પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી કામ ના લાગી
- વરસાદના પહેલા ઝાપટામાં જ શહેરમાં પાણી ભરાયા
- રોજ કમાઇને ખાનારાઓની ચિંતા વધી
VADODARA : હાલમાં વડોદરા (VADODARA) સહિત દેશભરમાં ચોમાસું (MONSOON - 2025) ચાલી રહ્યું છે. આજે શનિવારે વડોદરામાં બપોરના સમયે વરસાદ (RAIN - VADODARA) નું ભારે ઝાપટું આવ્યું હતું. જેમાં જ શહેરના નીચાણવાળા વિસ્તા માંડવી, અને લકડીપુલ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા. અને રોડ સાઇડમાં દુકાન ધરાવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ શહેરનું મહત્વનું ગણાતું અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ જતા તેમાંથી ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ સયાજીગંજમાં ભરાતા મોટા શાક માર્કેટમાં પાણી ભરાઇ જતા રોજ ફળ-શાકભાજી વેચીને જીવન ગુજારતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરોક્ત પરિસ્થિતીઓ જોતા પાલિકાનું તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં સદંતર નિષ્ફળ રહ્યું હોવાનો અંદાજો શહેરીજનોને આવી ગયો છે.
વડોદરામાં ભારે વરસાદના કારણે અલકાપુરી ગરનાળામાં ભરાયું પાણી
ગરનાળાની બંને સાઈડ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
પાણીમાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોના વાહનો થયા બંધ
પાણીમાં વાહનો બંધ થઈ જતા અનેક બંધ વાહનોની લાઈનો લાગી#Gujarat #vadodara #VadodaraRain #AlkapuriFlooding… pic.twitter.com/4A25aP0dBo— Gujarat First (@GujaratFirst) July 5, 2025
ગરનાળામાં પાણી ભરાતા ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું
આજે બપોરે વડોદરામાં બે કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેર તરબતર થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની સપાટી 11.90 જોવા મળી રહી છે. બીજી તરફ લકડીપુલ અને રાવપુરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવર-જવર પર ભારે મુશ્કેલી પડી રહી છે. એક જ વરસાના ઝાપટામાં જનજીવન ખોરવાયું છે. શહેરના મહત્વના ગણાતા અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ જો વધારે વરસાદ પડે તે ગરનાળું બંધ કરી દેવું પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ સાથે સયાજીગંજ શાક-ફળ માર્કેટ આસપાસ પાણી ભરાતા વિક્રેતાઓની ચિંતા વધી છે.
આવક નહીં થાય તો અમે શું ખાઇશું..?
સયાજીગંજમાં ફ્રુટના મહિલા વિક્રેતાનું કહેવું છે કે, વરસાદ પડે એટલે પાણી ભરાઇ જાય છે. તેથી ગ્રાહકો આવતા નથી. અને વેચાણ ઘટી જાય છે. અમારા પરિવારનું ગુજરાન ફ્રુટના વેચાણથી થતી આવકથી થાય છે. આવક નહીં થાય તો અમે શું ખાઇશું..?, પાલિકાને શું કહેવું...!, વરસાદ પડે એટલે અમારો ધંધો મંદો પડી જાય છે.
આ પણ વાંચો ---- Dwarka : વહેલી સવારથી મેઘરાજાની પધરામણી, વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી


