VADODARA : બે વર્ષ પૂર્વે રીપેર કરાયેલો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાતા આશ્ચર્ય
- ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રણોલી રેલવે બ્રિજ બંધ કરાતા ચિંતા
- વર્ષ 2024 માં આ બ્રિજનું રીપેરીંગ પૂર્ણ કરીને તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો
- ભારદારી વાહનોનો ઉપયોગ અટકાવવા બેરીકેટીંગ કરાયું છે
VADODARA : વડોદરા પાસે આવેલા રણોલી (VADODARA - RANOLI) રેલવે ઓવર બ્રિજને (RAILWAY OVER BRIDGE) બે વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. તત્કાલિન સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આસપાસના ઉદ્યોગોની દ્રષ્ટિએ આ બ્રિજ ઘણો મહત્વનો છે. ત્યારે તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પહલે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે, સાથે સાથે ઉદ્યોગોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ઔદ્યોગિક માલસામાનને ફોગટફેરો પડવો પડશે, જે સમય અને પૈસા બંનેના વેડફાટ સમાન હશે.
લોકાર્પણ બાદ થોડા સમયમાં અહીં મોટા ગાબડા પડવાનું શરૂ
વર્ષ 2017ના સપ્ટેમ્બર માસમાં રણોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો. જે બાદ લગભગ 7 વર્ષે બ્રિજના સમારકામની કામગીરી પૂર્ણ થઈ હતી. હજી તો 2023 માં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટ અને વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજના લોકાર્પણ બાદ થોડા સમયમાં અહીં મોટા ગાબડા પડવાનું શરૂ થતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. અને બ્રિજને ભારદારી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ બ્રિજના બંને તરફ બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છે
એક અઠવાડિયા સુધી આ બ્રિજ રાબેતામુજબ ચાલુ હતો. તેના પરથી સામાન્ય અને ભારદારી વાહનો પસાર થતા હતા. દરમિયાન આજે અચાનક આ બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજના બંને તરફ બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પોલીસનો બંદોબસ્ત પણ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે, અને ઉદ્યોગોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઇ છે
આ બ્રિજની નજીકમાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉદ્યોગો માટેના ભારદારી વાહનો તેના પરથી પસાર થતા હતા. આજે અચાનક આ બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઇ છે. હવે રોડ મારફતે તેમનો સામાન મેળવવા માટે સમય, શક્તિ અને રૂપિયાનો વેડફાટ કરવો પડશે. આ બ્રિજ ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઇ ચોક્કસ માહિતી મળૂી શકી નથી.
આ પણ વાંચો ---- ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ હજુ તંત્ર નથી ગંભીર! R&B વિભાગે બ્રિજ પર ચણાવી દીધી દીવાલ


