Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉંદર કરડવાથી ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

VADODARA : 40 વર્ષિય યુવકને ઉંદર કરડતા યુવકના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેના શરીરમાંથી ઘણું લોહી વહ્યું હતું
vadodara   ઉંદર કરડવાથી ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત
Advertisement
  • ઉંદરનો ભયાનક ત્રાસ ઉજાગર કરતો કિસ્સો
  • યુવકને મોઢા અને પગના ભાગે ઉંદરે કરડી ખાતા બેભાન થયો
  • ટુંકી સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં ઉંદર કરડવાના (RAT BITE) કારણે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા યુવકના મોતનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા 40 વર્ષિય યુવકને ઉંદર કરડતા તે મોઢા અને પગના ભારે ઇજાગ્રસ્ત થયો હતો. ઉંદરે એ હદે કરડી ખાધું હતું કે, યુવકને એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના ઇમરજન્સી વોર્ડના આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. જેમાં ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરનો ત્રાસ જીવલેણ થતા સુધી વધી ગયો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો છે. તાજેતરમાં સલાટવાડામાં રહેતા 40 વર્ષિય યુવક સંદીપ મોરેના ઘરે ઉંદર કરડ્યો હતો. ઉંદર કરડતા યુવકના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ઘણું લોહી વહ્યું હતું. આ ઘટનામાં યુવક બેભાન થતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકને ઇમરજન્સી વિભાગના આઇસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

ઉંદરોનો જીવલેણ ત્રાસ ઉજાગર થવા પામ્યો

સારવાર માટે દાખલ થયાના બીજા દિવસે ફરજ પરના હાજર તબિબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરોનો જીવલેણ ત્રાસ ઉજાગર થવા પામ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને કારેલીબાગ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં ઉંદરના કરડવાના કારણે બીજા કોઇનો જીવ ના જાય તે માટે તંત્ર શું પ્રયાસો કરે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : કારના દરવાજામાં 'કારીગરી' કરીને સંતાડેલો ઇંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢતી પોલીસ

Tags :
Advertisement

.

×