ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને બચાવી પોણા ત્રણ લાખના દાગીના પરત કરાયા

VADODARA : દૂમાડ ચોકડી પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં સવાર પાસેના કિંમતી દાગીના પરિવારજનને બોલાવી સોંપાયા
12:17 PM May 19, 2025 IST | PARTH PANDYA
VADODARA : દૂમાડ ચોકડી પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં સવાર પાસેના કિંમતી દાગીના પરિવારજનને બોલાવી સોંપાયા

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના દુમાડ ચોકડી નજીક હોટેલ તુલીપ પાસે રવિવારની સાંજે એક ગંભીર રોડ અકસ્માત (ROAD ACCIDENT) ની ઘટના બની હતી. જેમાં એક બાઈકસવાર યુવક લોડિંગ ટ્રક પાછળ ટકરાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ (108 AMBULANCE) ત્યાં પહોંચી ગઇ હતી.

પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા

સમા લોકેશન પરથી ફરજ પર હાજર ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈએમટી ગંગાબેન બારિયા અને પાઇલોટ ઇસ્માઈલભાઈ દુધવાલા દ્વારા તરતજ ઘાયલને પ્રાથમિક સારવાર અપાઈ અને તેમની ગંભીર અવસ્થાને જોતા તેમને તરત એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) ખસેડવામાં આવ્યા હતી.

ઇજાગ્રસ્તના નાના ભાઇનો સંપર્ક કર્યો

દર્દીની પાસે અંદાજે રૂ. ૨.૭૫ લાખની કિંમતના દાગીના હતા. જેમાં હાર, પેન્ડલ, કાનની બુટ્ટીઓ ઉપરાંત એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ૧૦૮ની ટીમે આ તમામ કિંમતી માલમત્તાને સંપૂર્ણ સુરક્ષિત રીતે સંભાળીને તેમના નાના ભાઈ રાકેશભાઈનો સંપર્ક કર્યો અને તેમને એસએસજી હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા.

પોલીસની હાજરીમાં મુદ્દામાલની સોંપણી કરવામાં આવી

પોલીસની હાજરીમાં દર્દીની માલમત્તાની સોંપણી તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમે ઘાયલ બાઇકસવારને જીવ બચાવવાનું કાર્ય જ નહીં પણ, તેમનો કિંમતી માલસામાન પરત કરી પ્રમાણિક્તાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

આ પણ વાંચો --- VADODARA : જિલ્લાના 55 ગામો સુધી સરકારના 17 વિભાગોની યોજનાઓ પહોંચાડવાની નેમ

Tags :
108AccidentbackbygiveGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHonestlyInjuredLifeornamentspreciousRoadsavestaffVadodara
Next Article