Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કાર અને બસનું ટાયર ભૂવામાં ખૂંપી જતા ક્રેઇન બોલાવવી પડી, ચાલક ત્રસ્ત

VADODARA : દર વર્ષની જેમ આ વર્ષે પણ રોડ પર ભૂવા પડતા અટકાવવા માટે તંત્ર પાસે કોઇ નક્કર આયોજન નથી. જેથી લોકોએ ભોગવવું પડ્યું છે
vadodara   કાર અને બસનું ટાયર ભૂવામાં ખૂંપી જતા ક્રેઇન બોલાવવી પડી  ચાલક ત્રસ્ત
Advertisement
  • વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો જારી
  • ભૂવામાં કાર-બસનું ટાયર ખૂંપી જતા મુશ્કેલી સર્જાઇ
  • વાહન ચાલકોનો સમય અને નાણાંનો નર્યો વેડફાટ થયો

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં (MONSOON - 2025) ઠેર ઠેર રસ્તા પર ભૂવા (POTHOLE) પડી રહ્યા છે. આ ભૂવા હવે કાર અને બસ ચાલકો માટે મોટી મુશ્કેલી બની રહ્યા છે. આજે વડોદારામાં રોડ પર પડેલા ભૂવામાં લક્ઝરી બસ અને કારનું ટાયર ખૂંપી જવાના અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે. બંને કિસ્સામાં વાહનનો ખાડામાંથી બહાર કાઢવા માટે ક્રેઇનો સહારો લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચોમાસાની શરૂઆત પહેલાથી જ રોડ-રસ્તાની હાલત ખખડી ગઇ છે. જે રોજબરોજ અવર-જવર કરતા લોકો માટે માથાનો દુખાવો બન્યું છે.

કંઇ હાથ લાગ્યું ન્હતું

વડોદરામાં ચોમાસા પહેલાથી જ રોડ રસ્તા પર ભૂવા પ્રગટ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રોડ પર ભૂવા પડતા અટકાવવા માટે પાલિકા તંત્ર પાસે કોઇ નક્કર આયોજન નથી. જેથી ભૂવાના કારણે લોકોએ ભોગવવું પડ્યું છે. ભૂવા અને ખખડી ગયેલા રોડ હવે શહેરવાસીઓ માટે માથાનો દુખાવો બન્યા છે. આજે સવારે શહેરના નટુભાઇ સર્કલ પાસે પડેલા ભૂવામાં કારનું આગળનું ટાયર ખૂંપી ગયું હોવાનું સામે આવ્યું છે. આ કારને બહાર કાઢવા માટે ચાલકે ખુબ પ્રયત્નો કર્યા, પણ કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે ક્રેઇન બોલાનીને કાર બહાર કાઢવી પડી હતી. આ ઘટનામાં પાલિકાના પાપે કાર ચાલકનો સમય અને નાણાંનો વેડફાટ થયો હતો.

Advertisement

બંને ભૂવા મુખ્ય માર્ગ પર પડ્યા

બીજી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે અકોટા-મુંજમહુડા રોડ પરથી એક લક્ઝરી બસ પસાર થઇ રહી હતી. તેનું આગળનું ટાયર ભૂવામાં ખૂંપી જવાના કારણે તેને આગળ-પાછળ લઇ જવી મુશ્કેલ બની હતી. આખરે આ મામલે ક્રેઇન બોલાવીને તેને બહાર કાઢવા માટેની તજવીહ હાથ ધરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, આ બંને ભૂવા મુખ્ય માર્ગ પર પડ્યા હતા. જો મુખ્યમાર્ગની આવી હાલત હોય તો અંતરિક રસ્તા કેવા ખરાબ અને ખખડધજ્જ હશે તેનો અંદાજો લગાડવો મુશ્કેલ કામ નથી.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપ્યાના પ્રથમ દિવસે જ ભારે અંધાધૂંધી સર્જાઇ

Tags :
Advertisement

.

×