ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગ્રામ્ય LCB એ રૂ. 57 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો

VADODARA : બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ટીમોએ વિદેશી દારૂ-બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ રૂ. 67.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
09:55 AM May 19, 2025 IST | PARTH PANDYA
VADODARA : બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ટીમોએ વિદેશી દારૂ-બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ રૂ. 67.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

VADODARA : વડોદરા ગ્રામ્ય એલસીબીની (VADODARA RURAL LCB) ટીમો પ્રોહીબીશનની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે. તાજેતરમાં પેટ્રોલીંગ કરતી ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ટીમને મોટી સફળતા મળી છે. ટીમે રૂ. 57 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એકની અટકાયત કરી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બાતમીથી મળતો ટેમ્પો આવતા રોક્યો

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહીબીશન સહિતની ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. દરમિયાન તાજેતરમાં બાતમી મળી કે, આઇસર ટેમ્પરો ભરીને વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી ભરૂચ થઇને વડોદરા તરફ આવી રહ્યો છે. જેના આધારે નેશનલ હાઇવે પર સાગર હોટલ નજીક ભરૂચથી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. જે બાદ બાતમીથી મળતો આવતા ટેમ્પો જણાતા તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી.

ચાલક અને દારૂનો જથ્થો ભરી આપનાર વિરૂદ્ધ ફરિયાદ

ટેમ્પામાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી, જેની ગણતરી કરતા કિંમત રૂ. 57.22 લાખ હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ વિદેશી દારૂ-બિયર, ટેમ્પો, તાડપત્રી મળીને કુલ રૂ. 67.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પાના ડ્રાઇવર રાજેશ વેનમશીલ જેસવાણી (રહે. રાજ સોસાયટી, નરોડા, અમદાવાદ) ની ધરપકડ કરી છે. આ મામલે ચાલક અને દારૂનો જથ્થો ભરીને આપનાર બન્નાજી વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે આરોપીઓ વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : RAPIDO ના રાઇડરે યુવતિને ખોટા રસ્તે લઇ જઇને અડપલાં કર્યા

Tags :
caughtfullGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsillegalLCBliquorofruraltempoVadodara
Next Article