VADODARA : ખુલ્લી જગ્યામાંથી ખોપરી મળતા ઉત્તેજના વ્યાપી
- સમા બ્રિજ પાસેની ખુલ્લી જગ્યામાં માનવ ખોપરી રઝળતી મળી
- સ્થાનિકનું ધ્યાન જતા તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરી
VADODARA : વડોદરા (VADODARA) ના સમા બ્રિજ (SAMA BRIDGE) પાસે આવેલી ખુલ્લી જગ્યામાંથી (OPEN SPACE) માનવ ખોપરી (HUMAN SKULL) નો ભાગ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે સ્થાનિકનું ધ્યાન જતા તેણે તુરંત આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જે બાદ ગણતરીના સમયમાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી. અને ખોપરીને ભાગ રિકવર કરીને વધુ તપાસ આરંભી હતી. લોકચર્ચા અનુસાર આ માનવ ખોપરીનો ઉપયોગ તાંત્રિક વિધિ (BLACK MAGIC) માટે કરવામાં આવ્યો હોવાની આશંકા પ્રાથમિક તબક્કે સપાટી પર આવવા પામી છે. જો કે, નજીકમાં માનવ કંકાલ જેવું દેખાતું હાડપિંજર મળી આવતા ઉત્તેજના વ્યાપી હતી, પરંતુ આ કંકાલ વાંદરાનું હોવાની પુષ્ટિ પશુચિકિત્સક દ્વારા કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિક પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો
વડોદરના સમા વિસ્તારમાં બ્રિજ પાસે ખુલ્લી જગ્યા આવેલી છે. આ ખુલ્લી જગ્યામાં માનવ ખોપરીનો ભાગ પડી રહ્યો હતો. આજે બપોરે સ્થાનિકનું ધ્યાન માનવ ખોપરી પર ગયું હતું. જે બાદ તેણે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગેની જાણ કરી દીધી હતી. તે બાદ ગણતરીના સમયમાં જ સ્થાનિક પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. સ્થળ પર તપાસ કરતા માનવ ખોપરીનો ભાગ રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો. તે સિવાયના કોઇ પણ માનવ અંગ-અવશેષો નજીકમાં મળી આવ્યા ન્હતા. પોલીસે માનવ ખોપરીને રિકવર કરીને તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
ખોપરી તાંત્રિક વિધિ માટે લાવવામાં આવી હોવાની આશંકા
સ્થાનિકો વચ્ચે પ્રબળ લોકચર્ચા અનુસાર, આ માનવ ખોપરી તાંત્રિક વિધિ માટે લાવવામાં આવી હોવાની આશંકા પ્રાથમિક તબક્કે સપાટી પર આવવા પામી છે. જો કે, માનવ ખોપરી સિવાય કોઇ પણ અંગ કે અવશેષ હાથ નહીં લાગતા તરહ તરહની વાતો વહેતી થઇ છે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સત્ય સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
દાંત પરથી તે વાંદરૂ હોવાનું અનુમાન
નજીકમાંથી એક માનવ કંકાલ જેવું દેખાતુ હાડપિંજર મળી આવ્યું હતું. જે બાદ સરકારી પશુચિકિત્સક ડો. વિમલ પટેલ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તેમણે તપાસના અંતે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ વાંદરાનું કંકાલ છે. તેના કંકાલ પાસે ચામડી અને વાળ મળી આવ્યા છે. જેની ઉંમર આશરે 4 - 5 વર્ષ હોઇ શકે છે. તેના દાંત પરથી તે વાંદરૂ હોવાનું અનુમાન છે. આ એક માનવ કંકાલ છે.
આ પણ વાંચો ---- VADODARA : જૂની અદાવતે મૂર્તિઓ તોડીને નુકશાન પહોંચાડ્યું, એક ઝબ્બે