ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : અંધારી રાત્રે મોબાઇલ ટોર્ચ લાઇટના અજવાળે મહિલા પર દુષ્કર્મ

VADODARA : ઘરમાં પ્રવેશેલા આરોપીએ મહિલાનો હાથ પકડી લીધો હતો, આ સમયે આરોપીના હાથમાં મોબાઇલ હતો, અને તેમાં ટોર્ચ લાઇટ ચાલુ હતી
08:28 AM Apr 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : ઘરમાં પ્રવેશેલા આરોપીએ મહિલાનો હાથ પકડી લીધો હતો, આ સમયે આરોપીના હાથમાં મોબાઇલ હતો, અને તેમાં ટોર્ચ લાઇટ ચાલુ હતી

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION - VADODARA) માં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પોતાના ઘરમાં નિંદ્રાધીન હતી. તે દરમિયાન શખ્સ પ્રવેશ્યો હતો. અને તેણીને ઉંઘમાંથી જગાડી હતી. બાદમાં તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું (RAPE CASE - SAVLI, VADODARA) . જે બાદ આરોપી ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે પીડિતાએ સાવલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આરોપીના હાથમાં મોબાઇલ હતો

વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીમાં ચકચારી ઘટના સામે આવી છે. સાવલી પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં 18, એપ્રિલના રોજ મહિલા પોતાના ઘરમાં રાત્રીના સમયે નિંદ્રાધીન હતી. તેવામાં આરોપી પ્રેમકુમાર રાજેન્દ્રભાઇ ભાલીયા (રહે. સાવલી) અંધારામાં તેમના ઘરમાં પ્રવેશ્યો હતો. બાદમાં આરોપીએ મહિલાનો હાથ પકડી લીધો હતો. આ સમયે આરોપીના હાથમાં મોબાઇલ હતો, અને તેમાં ટોર્ચ લાઇટ ચાલુ હતી. જે બાદ મહિલા જાગી જતા તે આરોપીઓને જોઇ ગયા હતા. તે બાદ આરોપીએ મહિલાને બળજબરીપૂર્વક જમીન ઉપર પાડી દીધા હતા. અને તે બુમો ના પાડી શકે તે માટે તેણે મહિલાનું મોઢું દબાવી દીધું હતું.

પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાઇ

બાદમાં મહિલાની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી પ્રેમકુમાર રાજેન્દ્રભાઇ ભાલીયા (રહે. સાવલી) ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ઘટનામાં પીડિતા દ્વારા સાવલી પોલીસ મથકમાં આરોપી પ્રેમકુમાર રાજેન્દ્રભાઇ ભાલીયા (રહે. સાવલી) વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો --- VADODARA : 'નવા પ્રમુખ આવ્યા બાદ માથાકુટો ....', BJP MLA નો કટાક્ષ

Tags :
femaleGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinlightmobileRapedSavlitorchVadodara
Next Article