ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : કલેક્ટર હસ્તકની જગ્યામાં ગેરકાયદે મદરેસા તોડી પાડવા ધારાસભ્યની રજુઆત

Vadodara : ગેરકાયદેસર રીતે બે વર્ષમાં આ દબાણ ઉભુ થયું છે. તો એને તાત્કાલિક પણે દુર કરવું જોઇએ. જેથી નવા દબાણકારોને ચેતવણી મળે - MLA
12:40 PM Aug 22, 2025 IST | PARTH PANDYA
Vadodara : ગેરકાયદેસર રીતે બે વર્ષમાં આ દબાણ ઉભુ થયું છે. તો એને તાત્કાલિક પણે દુર કરવું જોઇએ. જેથી નવા દબાણકારોને ચેતવણી મળે - MLA

Vadodara : આજે વડોદરા જિલ્લા કલેક્ટર (Vadodara Collector) જોડે ચૂંટાયેલા પ્રતિનિધીઓની એક બેઠક મળી છે. આ બેઠકમાં સયાજીગંજના ધારાસભ્ય (Sayajiganj BJP MLA Keyur Rokadiya) દ્વારા તેમના વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવેલી મદરેસસા તોડી પાડવાની માંગ મુકવામાં આવી છે. ધારાસભ્યએ અગાઉ રજુઆત કરતા મદરેસાની (Illegal Madrasa Demolish - Vadodara) જમીનની માપણી કરીને તેને સીલ કરી દેવામાં આવી છે. હવે તેને દુર કરીને નવા દબાણખોરોને કડક સંદેશો આપવાની વાત પર ધારાસભ્ય ભાર મુકી રહ્યા છે. આ સાથે જ સયાજીગંજ વિધાનસભામાં વિજ સબસ્ટેશન, આયુર્વેદિક-હોમિયોપેથિક હોસ્પિટલ લવાય તે દિશામાં પણ કામ આગળ વધતું જોવા મળી રહ્યું છે.

કલેક્ટર દ્વારા જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જિલ્લા સંકલનની બેઠકમાં અનેકવિધ મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરી હતી. બેઠક બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે ન્યુ અલકાપુરી, કરોડિયા અને ઉંડેરામાં લાઇટો જવાના પ્રશ્નો વધ્યા છે. તેનું કાયમી સમાધાન થાય તે માટે પાલિકા અને કલેક્ટર જોડે જગ્યા લઇને નવું સબ સ્ટેશન નાંખવામાં આવે તેવી રજુઆત કરી છે. સયાજીગંજની આયુર્વેદિક અને હોમિયોપેથીક હોસ્પિટલ વર્ષોથી મંજલપુરમાં ચાલે છે, તેને ફરી વખત સયાજીગંજમાં લાવવાની અમારી માંગ મંજુર થઇ છે. કલેક્ટર દ્વારા જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યાં જલ્દી હોસ્પિટલ બને તે માટે અમે લાગણી વ્યક્ત કરી છે.

નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી રજુઆત

તેમણે વધુમાં જણાવ્યું કે, સયાજીગંજ વિસ્તારમાં રાજીવનગરમાં મદરેસાનું (Illegal Madrasa Demolish - Vadodara) બાંધકામ થયું છે. જિલ્લા કલેક્ટરની જગ્યામાં બાંધકામ હોવાથી તેને સીલ કરી દેવામાં આવ્યું છે. સાથે જ તેને તોડી પાડવામાં આવે તેવી અમારી રજુઆત છે. સાથે જ નિઝામપુરામાં બસ સ્ટેન્ડ છે, ત્યાં ઉત્તરગુજરાતના નાગરિકો માટે સુવિધા માટે નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

અમે તંત્રના ધ્યાને લાવીને દુર કરાવ્યું

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે બે સંકલનથી મદરેસા માપણી કરાવીને તોડવાની (Illegal Madrasa Demolish - Vadodara) વાત કરી રહ્યા છે. આ વખતે અમે કહ્યું કે, મદરેસાની માપણી કરીને સીલ કર્યું તે સારી વાત છે. હવે તેને તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે. જિલ્લા કલેક્ટરની જગ્યામાં ગેરકાયદેસર રીતે બે વર્ષમાં આ દબાણ ઉભુ થયું છે. તો એને તાત્કાલિક પણે દુર કરવું જોઇએ. જેથી નવા દબાણકારોને ચેતવણી મળે, સયાજીગંજમાં 17 વર્ષ પહેલા આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું માંજલપુર શિફ્ટ કરવામાં આવ્યું હતું. અમે તેને પરત લાવવા માંગીએ છીએ. મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. એક જગ્યા પર ગેરકાયદેસર મરઘા ઉછેર કેન્દ્ર ચાલતું હતું, તે અમે તંત્રના ધ્યાને લાવીને દુર કરાવ્યું છે. આ જગ્યાની માલિકીની તપાસ કરતા કલેક્ટર દ્વારા તેની માપણી કરવામાં આવી છે.

ટુંક સમયમાં બંને સબસ્ટેશન વિસ્તારમાં મળી રહે તેની ચર્ચા

આ તકે વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં હરણી ખાતે સબસ્ટેશનની માંગણી કરવામાં આવી છે, તેનું સ્ટેટસ જાણ્યું છે. સાથે જ બાપોદમાં પણ વિજળી જવાનો પ્રશ્ન છે. તેના માટે પણ એક સબ સ્ટેશનની માંગણી કરવામાં આવી છે. ટુંક સમયમાં આ બંને સબસ્ટેશન વિસ્તારમાં મળી રહે તેની ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો ------ Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ

Tags :
BJPMLACollectorMeetingGujaratFirstgujaratfirstnewsIllegalconstructionKeyurRokadiyaRemoveMadrasaSauajiganjVadodara
Next Article