Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સરકારના નિર્ણયનું સુરસુરિયું, શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે શાળામાં આવ્યા

VADODARA : વિદ્યાર્થીઓ રાબેતા મુજબ સ્કૂલ બેગ લઇને જ શાળાએ પહોંચ્યા છે. આ જોતા લાગે છે કે, શિક્ષણાધિકારીની સ્કૂલો પર કોઇ પકડ નથી
vadodara   સરકારના નિર્ણયનું સુરસુરિયું  શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે શાળામાં આવ્યા
Advertisement
  • સરકારના બેગ લેસ ડે ના નિર્ણય બાદ આજે પ્રથમ શનિવાર આવ્યો
  • પહેલા જ શનિવારે શાળાએ નિર્ણયનો ઉલાળિયો કર્યો હોવાનું દેખાયું
  • શિક્ષણ વિભાગનો પરિપત્ર મોડો મળ્યો હોવાથી અમલવારી ના થઇ શકી - પ્રિન્સિપાલ

VADODARA : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શનિવારે બેગ લેસ ડે (BAGLESS DAY - SATURDAY) તરીકે શાળાઓમાં રાખવા માટેનો નિર્ણય જારી કર્યો છે. તે બાદ આજે પ્રથમ શનિવારે શહેરની બ્રાઇટ ડે સ્કૂલ, (BRIGHT SCHOOL, VADODARA) કારેલીબાગમાં આ નિર્ણયનુ સુરસુરિયું થઇ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શાળામાં મોટા ભાગે તમામ વિદ્યાર્થીઓ શનિવારે બેગ સાથે આવી પહોંચ્યા છે. જો કે, આ અંગે પ્રિન્સિપાલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, પરિપત્ર લેટ મળ્યો હોવાથી આજે આ નિર્ણયની અમલવારી કરી શક્યા નથી.

શાળા સંચાલકો બેફામ બન્યા

ગુજરાત સરકાર દ્વારા ભણતરના ભારને હળવો કરવા માટે શનિવારે શાળાઓમાં બેગ લેસ ડેનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયની શિક્ષણજગતમાં ભારે સરાહના થઇ રહી છે. આ નિર્ણય જાહેર કર્યા બાદ આજે પ્રથમ શનિવાર છે. ત્યારે આ નિર્ણયનું પહેલા જ શનિવારે સુરસુરિયું થઇ ગયું હોય તેવા દ્રશ્યો વડોદરાના કારેલીબાગની બ્રાઇટ ડે સ્કૂલમાં સામે આવ્યા છે. આજે શનિવારે વિદ્યાર્થીઓ રાબેતા મુજબ સ્કૂલ બેગ લઇને જ શાળાએ પહોંચ્યા છે. આ જોતા સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે, વડોદરાના શિક્ષણાધિકારીની સ્કૂલો પર કોઇ પકડ નથી. જેના કારણે શાળા સંચાલકો બેફામ બન્યા છે. અને સરકારના નિર્ણયનું પણ પાલન નથી કરતા.

Advertisement

સરકારનો નિર્ણય ખૂબ સારો છે

આ અંગે મીડિયા સાથેની વાતમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમને બેગ લઇના નહીં આવવા અંગે શાળા તરફથી કોઇ જ જાણકારી આપવામાં આવી નથી. જ્યારે વાલીઓએ કહ્યું કે, સરકારનો નિર્ણય ખૂબ સારો છે, પરંતુ તેની અમલવારી થશે કે કેમ તેના પર અમને શંકા છે. જ્યારે બ્રાઇટ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, અમને શિક્ષણ વિભાગ તરફથખી પરિપત્ર મોડો મળ્યો હતો. જેને પગલે અમે તેનો અમલ કરી શક્યા નથી.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : 216 માં વિઠ્ઠલનાથજીના વરઘોડામાં પરંપરા જાળવવા ભગનાન સુખપાલ રથમાં બિરાજમાન થશે

Tags :
Advertisement

.

×