VADODARA : ગાંધીનગરથી વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા
- આજથી ત્રણ દિવસ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાશે
- ગાંધીનગરથી વિવિધ અધિકારીઓ વડોદરા જિલ્લાની શાળાઓમાં દોડી આવ્યા
- વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સરકારી યોજના સંબંધિત જાણકારી આપવામાં આવી
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં કન્યા કેળવણી મહોત્સવ (KANYA KELAVANI MAHOTSAV) અને શાળા પ્રવેશોત્સવ – 2025 (SHALA PRAVESHOTSAV) અંતર્ગત જિલ્લાના આઠ તાલુકામાં 149 રુટ પરની શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ- 1, ધોરણ- 9, અને ધોરણ- 11 માં પ્રવેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જોડાવવા માટે ગાંધીનગરના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
બાલવાટિકા થી ધોરણ-૮ સુધી પૂર્ણ શિક્ષણ મેળવે
ગુજરાત સરકાર દ્વારા ૨૬ થી ૨૮ જૂન દરમ્યાન રાજ્ય કક્ષાએથી વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને કુમ કુમ તિલક, ચોકલેટ, શૈક્ષણિક કીટ અને વિવિધ સામગ્રી આપીને આવકારવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબેન મુળરાજસિંહ મહિડા અને SMCના સભ્યોના હસ્તે સેંગવા, મહાપુરા અને રાણીયા પ્રા.શાળાના બાળકોને પ્રવેશ આપી બાલવાટિકા થી ધોરણ-૮ સુધી પૂર્ણ શિક્ષણ મેળવે તેમ વાલીઓને જણાવ્યું હતું.
ગુણવત્તાલક્ષી શિક્ષણ અને 100 ટકા નામાંકન
ડેસર તાલુકા ખાતે શ્રી મયુર મહેતા, ડાયરેક્ટર, નાગરિક પુરવઠા અને સરકારના સંયુક્ત સચિવ. ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહકોનો વિભાગ દ્વારા છાલીયેર પ્રા. શાળા, છાલીયેર હાઈસ્કુલ અને સરકારી માધ્યમિક શાળા, નવા શિહોરા અંદાજિત ૨૫૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો.
કરજણ તાલુકા ખાતે નીતિન વી. સાંગવાન IAS રોજગાર અને તાલીમ નિયામકશ્રી, ગાંધીનગર અને SMC અને SMDC ના હસ્તે શાહ એન.બી. સાર્વજનીક હાઈસ્કુલ (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર વિભાગ) અને શ્રીમતી ડી.સી. ચાવડા સાર્વજનીક ગર્લ્સ હાઈસ્કુલ ની કુમાર અને કન્યાઓને સ્વાગત સહ સન્માન કરીને પ્રવેશ આપવામાં આવ્યો. તેઓના દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ૧૦૦ ટકા નામાંકન સાથે ૧૦૦ ટકા તમામ વિદ્યાર્થીઓની શાળામાં હાજરી રહે માટે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતી.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની જાણકારી આપી
શીનોર તાલુકા ખાતે શ્રીમતી શિલ્પાબેન ડી. પટેલ, સચિવ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા મોટા ફોફળિયા પ્રા. શાળા અને સરકારની SOE અંતર્ગત જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલમાં બાળકોને શૈક્ષણિક કીટ, દફતર આપીને આવકાર્યા. તેઓ દ્વારા સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના. JNV, PSE, NMMS,નિપુણ ભારત અંતર્ગત વિવિધ શૈક્ષણિક સાહિત્ય સામગ્રી, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની વિદ્યાર્થી અને વાલી સમુદાયને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના મુજબ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે નિપુણ ભારત, વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ICT લર્નિંગ લેબ, જ્ઞાન કુંજ (સ્માર્ટક્લાસ), મફત પાઠ્યપુસ્તકો આપીને વિદ્યાર્થીઓમાં વિવિધ ક્ષમતાઓ પ્રાપ્ત કરે તે માટે સરકારશ્રી દ્વારા ઉત્તમ પ્રયાસો થાય છે. તેમ તેઓએ જણાવ્યું.
ટેકનોલોજીના સમયમાં શિક્ષણની ખૂબ આવશકતા
પાદરા તાલુકા ખાતે સુરભી ગૌતમ, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનસીપાલિટીસ, અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ, વડોદરા દ્વારા પાદરા કન્યા-૧, પાદરા કન્યા-૨ અને પી. પી. શ્રોફ હાઇસ્કૂલમાં બાલવાટિકા, ધો.૧, ધો.૯ અને ધો.૧૧ ના બાળકોને પ્રવેશ આપીને પ્રોત્સાહિત કર્યા. જેમાં રાજ્ય કક્ષાએથી વિપુલભાઈ કે. રાઠવા, અંડર સેક્રેટરી, હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા એકલબારા અને ડભાસામાં બાળકોને તેમના હસ્તે પ્રવેશ અપાવ્યો. વાઘોડિયા તાલુકા ખાતે અજયકુમાર ચૌધરી, એડિશનલ ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ પોલીસ દ્વારા પુનિતનગર, ઘનશ્યામપુરા અને સી. એમ. ધિયા સાર્વજનિક હાઇસ્કૂલ ના બાળકોને પ્રવેશ અપાવ્યો. હાલના ટેકનોલોજીના સમયમાં શિક્ષણની ખૂબ આવશકતા છે.
ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા
શાળાઓમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સરકારશ્રી દ્વારા રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એકસેનલ્સ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં યોજના અમલમાં મૂકીને કોમન એન્ટરન્સ ટેસ્ટથી મેરિટમાં સ્થાન પામેલ બાળકોને મફત નિવાસીય શિક્ષણ પૂરું પાડવાના પ્રયત્નો કર્યા છે. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. SMC ની બેઠક યોજવામાં આવી હતી. આ સિવાય શ્રી કુણાલ આર. નામપુરકર, અંડર સેક્રેટરી, રેવેન્યુ ડીપાર્ટમેન્ટ, સચિવાલય દ્વારા કરજણ તાલુકાની ૩(ત્રણ) તાલુકાની મુલાકાત કરવામાં આવી.
બાળકોને કુમ કુમ તિલક, ચોકલેટ સાથે આવકાર્યા
જ્યારે વડોદરા તાલુકા ખાતે શિવાંગીકુમારી ચૌધરી, અંડર સેક્રેટરી, જનરલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરચિયા, પદમલા અને સાંકરદા પ્રાથમિક અને નિકિતાબેન આર. પટેલ, અંડર સેક્રેટરી, રેવેન્યુ ડીપાર્ટમેન્ટ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગણપતપુરા, અસોજ અને વિનય વિદ્યાલય શાળાઓની મુલાકાત દરમ્યાન આંગણવાડી, બાલવાટિકા, ધો.૧, ધો.૯ અને ધો.૧૧ ના બાળકોને પ્રવેશ અપાવ્યો. શ્રી અંજના એસ. કલોર, અંડર સેક્રેટરી, ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગર દ્વારા ડોડકા, રાયકા અને શ્રી બુદ્ધદેવ વિદ્યાલય શાળાઓના બાળકોને કુમ કુમ તિલક, ચોકલેટ, શૈક્ષણિક કીટ અને વિવિધ સામગ્રી આપીને આવકારવામાં આવ્યા. આ સિવાય રાજ્ય કક્ષાએથી આવેલ અધિકારીશ્રીઓ દ્વારા વાઘોડિયા તાલુકા ખાતે શિલ્પાબેન દેસાઇ, કામિનીબેન દેસાઇ અને હેતલબેન સંચાણિયા, અંડર સેક્રેટરીની પ્રેરક હાજરીમાં શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને ભવ્યથી અતિભવ્ય રીતે બાળકોને ઉષ્માભેર આવકાર આપ્યો. ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા પણ ડભોઇ તાલુકાની શાળામાં સહભાગી બન્યા હતા.
0 % ડ્રોપઆઉટ
વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જીજ્ઞેશભાઈ વસાવા દ્વારા કરજણ તાલુકાની ચોરદા, કાનમ વિદ્યામંદિર અને ઝેડ. જે. પટેલ નુતન હાઇસ્કૂલના બાળપુષ્પોને પ્રવેશ અપાવ્યો. તેવી જ રીતે ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતા દ્વારા ટિંબી, પ્રયાગપુરા અને સરકારી માધ્યમિક શાળા, પ્રયાગપુરા શાળાના બાળકોને SMC ની હાજરીમાં પ્રવેશ અપાવ્યો. તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજરોજ શેરખી નાનો ભાગ, સોખડા અને જી. જે. એમ. વિદ્યામંદિર શાળા ખાતે હાજર રહી બાળકોને ગર્લ્સ એજ્યુકેશન, 0% ડ્રોપઆઉટ તેમજ 100% નામાંકન આપણા સૌના પ્રયત્નોથી થયેલ છ તેમ જણાવી સૌને પ્રેરક માર્ગદશન આપ્યું. તેમજ શ્રી નીતિનભાઈ પુરાણી, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયત, વડોદરા દ્વારા બાજવા-3, કોયલી કુમાર-કન્યા અને અંકોડીયા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો સાથે તેઓએ વિદ્યાર્થી અને વાલીગણને સંબોધન કર્યું. સ્વચ્છ શાળા, એક પેડ માં કે નામ, દીકરી ના પ્રણામ દેશને નામ વિગેરે બાબતોમાં ખૂબ ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું.
રુટ સંબધિત માર્ગદર્શન આપવામાં આવ્યું
સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલન માન. જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, વડોદરા મહેશભાઇ એમ. પાંડે દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી તેમજ લાઇઝન અધિકારી સાથે બેઠક કરી રુટ સંબધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલ અધિકારીઓ માટે રહેવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી. આમ પ્રથમ દિવસ ખૂબ જ આયોજનપૂર્વક પરિણામલક્ષી બન્યો.
આ પણ વાંચો ---- VADODARA : ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર SOG પોલીસના દરોડા


