Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શિનોરની પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળાનો દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સમાવેશ

VADODARA : આ સિદ્ધિ પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળા દ્વારા એનઈપી-2020 ના ઉદ્દેશ્યોને આત્મસાત કરીને કરાયેલા ઉત્કૃષ્ટ કાર્યોનું પરિણામ છે.
vadodara   શિનોરની પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળાનો દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સમાવેશ
Advertisement
  • વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની સફળતા
  • જિલ્લાની 12 શાળાઓ પૈકી એકની પસંદગી કરાઇ
  • એનઈપી-2020 ના ઉદ્દેશ્યોને આત્મસાત કરીને કરાયેલા ઉત્કૃષ્ટ કાર્યોનું પરિણામ

VADODARA : વડોદરા જિલ્લાના શિક્ષણ (VADODARA DISTRICT EDUCATION) ક્ષેત્રમાં ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયુ છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય (EDUCATION MINISTRY OF INDIA) દ્વારા 29 જુલાઈના રોજ દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શિક્ષા સંગમ કાયર્ક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નિતિ (એનઈપી) 2020 ના પાંચ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરાઈ હતી. આ અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓની તક્તીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું જેમાં ગુજરાત સહિત વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળાનો સમાવેશ થતા જિલ્લાનું અને તાલુકાનુ ગૌરવ વધ્યુ છે.

એનઈપી-2020 ના ઉદ્દેશ્યોને આત્મસાત કર્યા

ગુજરાત રાજયમાં કુલ 448 જેટલી પીએમશ્રી શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજયની 33 શાળાઓની પસંદગી થઈ હતી જે પૈકી વડોદરા જિલ્લાની 12 શાળાઓમાં શિનોર તાલુકાની પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળાની પસંદગી થઈ હતી. આ સિદ્ધિ પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળા દ્વારા એનઈપી-2020 ના ઉદ્દેશ્યોને આત્મસાત કરીને કરાયેલા ઉત્કૃષ્ટ કાર્યોનું પરિણામ છે.

Advertisement

જીવનની તમામ સમસ્યાઓ સામે તૈયાર

આ યોજના હેઠળ શાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નિતિ (એનઈપી) 2020 ના ઉદ્દેશ્યો અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાગી વિકાસ માટે સક્ષમ બનાવવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય દ્વારા નામાંકિત કરાયેલી દેશની બેસ્ટ પીએમશ્રી શાળાઓમાં શાળાનો સમાવેશ થયો છે. શાળા માત્ર પુસ્તકીયા જ્ઞાન પુરતી સિમિત ન રહેતા બાળકોને જીવનની તમામ સમસ્યાઓ સામે તૈયાર કરવા અને ગુણવત્તાયુકત શિક્ષણ આપવાના એઈપીના લક્ષ્યને સાર્થક કરી રહી છે.

Advertisement

શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને નવીનતા

નવી દિલ્હીથી પ્રસારિત થયેલા ઘોષણા કાર્યક્રમને નિહાળવા પીએમ શ્રી શાળાના શિક્ષકો, બાળકો અને વાલીઓ જોડાયા હતા. પીએમ શ્રી સાધલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઇ પ્રજાપતિએ ગર્વની લાગણી સાથે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય શિક્ષા સંગમ એ ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢ, સમાવેશી અને ભવિષ્યલક્ષી બનાવવા વ્યૂહાત્મક સમેલન હતુ. આ સંગમ એઈપી ૨૦૨૦ ના અમલીકરણના પાંચ પરિવર્તનશીલ વર્ષોની પ્રગતિની ચર્ચા-વિચારણા માટે યોજાયો હતો.

આ પણ વાંચો ---- Vadodara: MS યુનિવર્સિટી હોસ્ટેલના મેસના ભોજનમાં નીકળી જીવાત

Tags :
Advertisement

.

×