Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 6 જિલ્લાના ધારાસભ્યોએ કલેક્ટરને સૂચનો કર્યા

VADODARA : જિલ્લા ચૂંટણી અધિકારીએ ધારાસભ્યોના પ્રશ્નોનું કાયદાકીય જોગવાઈઓની મર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી
vadodara   6 જિલ્લાના ધારાસભ્યોએ કલેક્ટરને સૂચનો કર્યા
Advertisement
  • આગામી ચૂંટણી પૂર્વે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો આરંભ
  • ચૂંટાયેલા પ્રતિનિધી પાસેથી મંતવ્યો મેળવાયા
  • ચૂંટણી તંત્રએ તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી

VADODARA : આજે જિલ્લા ચૂંટણી અધિકારી (DISTRICT ELECTION OFFICER) અને કલેક્ટર (COLLECTOR - VADODARA) ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ ખાતે વડોદરા સહિત છ જિલ્લાના ધારાસભ્યો (6 DISTRICT MLA) માટે ‘મતદાર યાદી સુધારણા’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ધારાસભ્યોએ પોતાના વિધાનસભા મત વિસ્તારના વિવિધ સૂચનો કર્યા હતા.

મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે ઉકેલના વધારે રસ્તાઓ મળશે

પ્રાસંગિક ઉદબોધન વેળા વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ સેમિનારથી મતદાર યાદી સુધારણા સંદર્ભે જનપ્રતિનિધિઓના લોકસંપર્ક અને અનુભવનો સહકાર મળવાથી કામગીરીની અસરકારકતામાં વધારો થશે. આ વિષય પર જનપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને રચનાત્મક સૂચનો દ્વારા મતદારોના પ્રશ્નોના નિકાલ અંગે ઉકેલના વધારે રસ્તાઓ મળશે, તેમ ડો. અનિલ ધામેલિયાએ ઉમેર્યું હતું.

Advertisement

યોગ્ય ઉકેલ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસોની ખાતરી આપી

મતદાર યાદી સુધારણા અંગેના સેમિનારમાં ધારાસભ્યોએ મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દાખવીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ધારાસભ્યશ્રીઓને ચૂંટણી પંચની જોગવાઈઓથી માહિતગાર કર્યા હતા તેમજ તેમના પ્રશ્નોનું વૈધાનિક જોગવાઈઓની મર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસોની ખાતરી આપી હતી. મતદાર યાદી સુધારણા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટેના તમામ સૂચનો પર કામ કરીશું અને ચૂંટણી પંચનું ધ્યાન દોરીશું, તેમ ડો. અનિલ ધામેલિયાએ ઉમેર્યું હતું.

Advertisement

સંકલન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી

વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનર અધિકારી દક્ષેણ મકવાણા દ્વારા ‘મતદાર યાદી’ તેમજ વી. કે. સાંબડ દ્વારા ‘મતદાન મથક’ વિષય પર તમામ પાસાઓને આવરીને વિસ્તૃત અને ઝીણવટપૂર્વક માહિતી પ્રસ્તુતિકરણથી સમજાવવામાં આવી હતી. ચૂંટણી પંચનું માળખું, મતદાર યાદી અને મતદાન મથક સંદર્ભે કાયદાકીય જોગવાઈઓ, અધિકારીઓની ભૂમિકા, જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા થતી કામગીરી તેમજ બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ વચ્ચેના સંકલન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારીના પત્રથી જાહેર હિસાબ સમિતિની બેઠકની ભલામણ અનુસાર ધારાસભ્યોને મતદારયાદી સુધારણા અંગે જરૂરી માહિતીથી અવગત કરવા માટે ઝોનવાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ---- VADODARA : રોડ પરના ખાડા પૂરવા માટે હવે શહેરીજનો 'આત્મનિર્ભર' બન્યા

Tags :
Advertisement

.

×