Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : રખડતા શ્વાનને જમાડવા મામલે સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી માર માર્યો

Vadodara : મ્યુઝિકનો અવાજ મોટો કરીને ચાર શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો, અને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પ્રમુખને ફેકી દેવાયા
vadodara   રખડતા શ્વાનને જમાડવા મામલે સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી માર માર્યો
Advertisement
  • કારમાં આવેલા ડોગ લવર દ્વારા સોસાયટીના પ્રમુખ નું કારમાં અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો
  • વાસણા રોડ પર આવેલી સોસાયટી ના પ્રમુખ પર અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો
  • ગંભીર રીતે ઘવાયેલા પ્રમુખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

Vadodara : વડોદરા (Vadodara) શહેરના વાસણા રોડ પર આવેલી સોસાયટીમાં રખડતા કૂતરાઓને (Stray Dog Feeding Issue - Vadodara) લઈને સોસાયટીના રહીશો અને પશુ પ્રેમી સંસ્થાના કાર્યકર વચ્ચે ઝઘડા થયા હતા. જેની અદાવત રાખીને સોસાયટીના પ્રમુખનું (Society President Hit - Vadodara) કારમાં આવેલા ડોગ લવરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. મ્યુઝિક સિસ્ટમ નો અવાજ મોટો કરીને ચાર શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પ્રમુખને ફેકી દેવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પ્રમુખને હાલમા હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ત્યારે સોસાયટીના લોકોમાં આ ડોગ લવરો તમે ભારે રોષ ફેલાયો છે.

Advertisement

કેટલીક વખતે ઘર્ષણ પણ થયા છે

વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓને લઈને અગાઉ ઘણા લોકો વચ્ચે ઝઘડા તથા મારામારી થવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ઉપરાંત રખડતા કૂતરાએ જમવાનું આપવા માટે પણ ઘણી સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાના કાર્યકરો સાથે પણ કૂતરાઓને મારવા બાબતે અગાઉ ઝઘડા થયા છે. ત્યારે વાસણા રોડ પર વ્રજ વિહાર સોસાયટીમાં એક પશુ પ્રેમી સંસ્થાના કાર્યકર રહે છે. છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીમાં રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવવા માટે આ કાર્યકર સહિત અન્ય લોકો આવતા હતા. રખડતા કૂતરાઓના કારણે સોસાયટીમાં રહેતા લોકો ઘણા પરેશાન થતા હોય છે. જેને લઈને આ સંસ્થાના કાર્યકર તેમજ સોસાયટી ના લોકો વચ્ચે કેટલીક વખતે ઘર્ષણ પણ થયા છે. જેની અદાવત રાખીને 11 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે સોસાયટીના પ્રમુખ પ્રકાશભાઈને કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બાદમાં પ્રમુખને કારમાં બેસાડીને અજાણી જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ગાડીમાં મોટા અવાજે મ્યુઝિક વગાડીને આ પ્રમુખને ઢોર મારવામાં આવ્યો હતો. માર મારીને અધ્મુવા કરી દીધા બાદ આ સોસાયટીના પ્રમુખને કારમાં આવેલા ચાર શખ્સો ફેંકીને ભાગી ગયા હતા. સોસાયટીના રહીશો એ આ પ્રમુખની શોધખો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જેથી હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ડોગ લવર દ્વારા પ્રમુખને માર મારવામાં આવ્યો હોય સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને આ ડોગ લવર તમે બારે રોજ પ્રગટ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ઉપરોક્ત મામલે આરોપી વ્રજ અને અંકિતને દબોચી લીધા છે. અને કોર્ટમાંથી તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો ----- Junagadh : પોલીસ હેડક્વાર્ટરના PSI સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×