Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર SOG પોલીસના દરોડા

VADODARA : બાતમી મળી કે, જમીનમાં પ્લાસ્ટીકની ટાંકી રાખી તેમાં ગેરકાયદેસર ડીઝલ જેવું પ્રવાહી રાખીને તેનું ગેરકાયદેસર વેચાણ કરાઇ રહ્યું છે
vadodara   ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર sog પોલીસના દરોડા
Advertisement
  • વડોદરા પોલીસની એસઓજી બ્રાન્ચનો સપાટો
  • મોટી માત્રામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો
  • બાપોદ પોલીસ મથકમાં એક ડઝનથી વધુ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) ની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SPECIAL OPERATION GROUP) શાખા દ્વારા બાતમીના આધારે ગેરકાયદેસર ધમધમતા ડીઝલ પંપ પર (ILLEGAL DIESEL PUMP) દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે એક ડઝનથી વધુ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પેટ્રોલ-ડીઝલનો ગેરકાયદેસર વેપલો કરીને કમાણી કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

જમીનમાંથી 3 હજાર લિટરની ટાંકી મળી આવી

વડોદરામાં ગુનાખોરી ડામવા માટે એસઓજી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે, નેશનલ હાઇવે - 48 પર એપીએમસી માર્કેટ સામે આવેલી મીનાક્ષી પાર્કિંગમાં નાજુ ભરવાડ, રાહુલ, રાજુ ભરવાડ ભેગા મળીને જમીનમાં પ્લાસ્ટીકની ટાંકી રાખી તેમાં ગેરકાયદેસર ડીઝલ જેવું પ્રવાહી રાખીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે. જે બાદ એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાંથી જમીનમાં દાટેલી 3 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી મળી આવી હતી. જેમાં 1344 લિટર ડિઝલ મળી આવ્યું હતું. તે કાઢવા માટે એક નોઝલ અને આખું ઇલેક્ટ્રીક સેટઅપ મળી આવ્યું હતું. આ મુદ્દામાલ ચોરીથી લાવીને સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ પ્રવાહીની એફએસએલમાં તપાસ કરાવતા ડિઝલ હોવાનું પ્રમાણિત થયું હતું.

Advertisement

સરકારી જમીન પર ભાડા કરાર કરી દીધો

ઉપરોક્ત દરોડામાં એસઓજીએ કુલ મળીને રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) માં 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં ધ્યાને આવ્યું કે, આરોપીઓ દ્વારા સરકારી જમીનમાં ભાડા કરાર કરી આપીને એકબીજા સાથે મેળાપીપણામાં આ ખોટા કાર્યને અંજામ આપ્યું છે.

Advertisement

આરોપીઓના નામ -

  1. નાજુભાઇ દેવાભાઇ ભરવાડ (રહે. મારૂતી નગર, રામદેવપીર મંદિર પાસે, ન્યુવીઆઇપી રોડ)
  2. રાજુભાઇ દેવાભાઇ ભરવાડ (રહે. મારૂતી નગર, રામદેવપીર મંદિર પાસે, ન્યુવીઆઇપી રોડ)
  3. મિતેશભાઇ ભરતભાઇ વસાવા (રહે. સયાજીપુરા ગામ, પટેલ ફળિયુ)
  4. જમોડ રાહુલ પ્રવિણભાઇ (રહે. ગાંધીવાળી શેરી, બોટાદ)
  5. મામટી ફૈઝલ ઉર્ફે મોન્યુભાઇ અબ્દુલભાઇ (રહે. પાળીયાદ, બોટાદ)
  6. સોલંકી નરપતસિંહ મનુભાઇ (રહે. ઉચડી, ધંધુકા)
  7. પ્રવીણભાઇ શામજીભાઇ મકવાણા (રહે. ખોડિયાર નગર, વડોદરા)

આ પણ વાંચો ---- VADODARA : વડોદરા પાસે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા હાઇવે પર ચક્કાજામ

Tags :
Advertisement

.

×