VADODARA : SSG હોસ્પિટલના ઇન્ટર્ન તબિબો મચ્છરદાનીના 'કવચ'માં રહેવા મજબૂર
- એસએસજી હોસ્પિટલ અને હોસ્ટેલમાં મચ્છરોનો ભારે ત્રાસ
- ડેન્ગ્યૂ - ચિકનગુનિયાના કેસો વધતા તબિબી વિદ્યાર્થીઓ મચ્છરદાનીમાં રહેવા મજબુર
- મચ્છરોને કાબુમાં કરવામાં પાલિકા પાસે યોગ્ય વ્યવસ્થાનો અભાવ
VADODARA : વડોદરા (VADODARA) માં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ભણતા ઇન્ટર્ન તબિબો ધન્વંતરિ હોસ્ટેલમાં મચ્છરદાનીના કવચ વચ્ચે ભરાઇ રહેવા માટે મજબુર બન્યા છે. એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) ની હોસ્ટેલમાં તબિબોમાં ડેન્ગ્યૂના કેસો વધતા (DENGUE CASE RAISE) હવે વિદ્યાર્થીઓ મચ્છરદાનીમાં (MOSQUITO NET) પૂરાઇ રહ્યા છે. વિતેલા એક મહિનામાં 5 રેસીડેન્ટ તબિબો સાથે કુલ 10 ડેન્ગ્યૂની ચપેટમાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને સાજા કરવામાં જેઓ મહત્વની ભૂમિકા ભજવે છે, તેવા ડોક્ટર્સ પોતે જ પોતાની જાતને મચ્છરોથી સુરક્ષિત કરવા માટે મથી રહ્યા છે. આ પાછળ એસએસજી હોસ્પિટલમાં ચાલતું બાંધકામ જવાબદાર હોવાની ચર્ચા છે. અહિંયા પાણીનો ભરાવો થતો હોવાના કારણે ડેન્ગ્યૂના મચ્છરોને ખુલ્લું મેદાન મળ્યું છે.
5 રેસીડેન્ટ ડોક્ટર્સ સહિત 10 ડેન્ગ્યૂના ભરડામાં આવી ચૂક્યા છે
ચોમાસામાં પાણી ભરાઇ રહેવાના કારણે ડેન્ગ્યૂના કેસો માથું ઉંચકી રહ્યા છે. આ વચ્ચે મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અડિખમ સેવાઓ આપતા ઇન્ટર્ન ડોક્ટરો ચિંતામાં મુકાયા છે. એસએસજી હોસ્પિટલના ઇન્ટર્ન તબિબોની યવતેશ્વર કન્પાઉન્ડમાં ધન્વંતરી હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલમાં હાલ ડેન્ગ્યૂ સહિતના મચ્છરોનો ભારે ઉપદ્રવ છે. વિતેલા એક માસમાં 5 રેસીડેન્ટ ડોક્ટર્સ સહિત 10 ડેન્ગ્યૂના ભરડામાં આવી ચૂક્યા છે. જેને પગલે તબિબિ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં મચ્છરદાનીમાં પૂરાઇ રહે છે. ડેન્ગ્યૂના કેસો વધતા પાલિકા દ્વારા હોસ્ટેલ પરિસરમાં ફોગીંગ કર્યું હતું. પરંતુ તેની કોઇ ખાસ અસર નહીં પડતા હવે મચ્છરદાનીના કવચમાં જ પૂરાઇ રહેવાનો વારો આવ્યો છે.
માત્ર ડેન્ગ્યૂ જ નહિં, પરંતુ ચિકનગુનિયાનો પણ ડર
લોકચર્ચા અનુસાર, એસએસજી હોસ્પિટલમાં બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં પાણી ભરાઇ રહેવા સહિત ભારે ગંદકીનો માહોલ છે. જે પણ ડેન્ગ્યૂના કેસો વધવા પાછળનું કારણ હોઇ શકે છે. ઇન્ટર્ન તબિબોને માત્ર ડેન્ગ્યૂ જ નહિં, પરંતુ ચિકન ગુનિયાનો પણ ડર ભારે સતાવી રહ્યો છે.
આ પણ વાંચો ---- VADODARA : ડભોઇ-વડોદરાને જોડતો કેલનપૂર બ્રિજ બેહાલ, સ્થાનિકોમાં ચિંતા


