Vadodara: બ્રિજ ધરાશાયી થવા મુદ્દે માર્ગ અને મકાન વિભાગના સચિવનું નિવેદન સામે આવ્યું
- પી.આર.પટેલિયાએ જણાવ્યું છે કે બ્રિજના એક ભાગને નુકશાન થયું છે
- મુખ્યમ ઇજનરે અને બ્રિજ એકપર્ટને ઘટના સ્થળે મોકલ્યા છે
- મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે
Vadodara: વડોદરાના પાદરા પાસે બ્રિજ ધરાશાયી થવા મુદ્દે માર્ગ અને મકાન વિભાગના સચિવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સચિવ માર્ગ અને મકાન વિભાગ પી.આર.પટેલિયાએ જણાવ્યું છે કે બ્રિજના એક ભાગને નુકશાન થયું છે. મુખ્યમ ઇજનરે અને બ્રિજ એકપર્ટને ઘટના સ્થળે મોકલ્યા છે. આ બ્રિજ ટ્રાફિકેબલ હતો એટલે ચાલુ જ હતો. હાલ જર્જરિત 20 છે તે નવા બની રહ્યા છે.
પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાનો મામલો
મકાન વિભાગના સચિવ પી.આર.પટેલિયાનું નિવેદન
બ્રિજના એક ભાગને નુકસાન થયું છે: પી આર પટેલિયા
"મુખ્ય ઈજનેર અને બ્રિજ એક્સપર્ટને ઘટના સ્થળે મોકલ્યા"
આ બ્રિજ ટ્રાફેંકેબલ હતો એટલે ચાલુ જ હતો: પી આર પટેલિયા
હાલ જર્જરિત 20 બ્રિજો નવા બની રહ્યાં… pic.twitter.com/zw8NFjPPFi— Gujarat First (@GujaratFirst) July 9, 2025
પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે
પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. જેમાં લોકોના ટોળા ઉમટ્યા છે તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ કેટલાક લોકો નદીમાં પડ્યા હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ સવારે તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને 9 લોકોના મોત થયા છે, જ્યારે લોકોનું રેસ્કયુ કરાયું છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટ્યો છે.
બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા
પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા. પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે કહ્યું હતું કે કાર અને બાઈક પણ પૂલમાં ખાબકી છે. પૂલ છેલ્લા સમયથી જર્જરિત હતો. બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક ખાબક્યા હતા. દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટક્યું હતું. પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે મહીસાગર નદી પર મુંજપુર બ્રિજ તૂટ્યો ત્યારે એક બોલેરો, એક બાઈક નદીમાં ખાબક્યા હતા.
આ પણ વાંચો: LIVE: Vadodara : ગંભીરા બ્રિજના બે કટકા થયા, 9ના મોત થયા તેમજ મૃત્યુઆંક વધવાની શક્યતા


