VADODARA : બાયોમેડિકલ વેસ્ટના નિકાલ મામલે સ્ટર્લિંગ હોસ્પિટલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી
- સ્ટર્લિંગ હોસ્પિટલ વિરૂદ્ધ પાલિકા તંત્રની મોટી કાર્યવાહી
- 30 દિવસમાં હોસ્પિટલ બંધ કરવા આદેશ
- નવા દર્દીઓ નહીં દાખલ કરવા પાલિકાનું સૂચન
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના ગોત્રી બાગ (GOTRI GARDEN) માં બાયોમેડિકલ વેસ્ટ (STERLING HOSPITAL - BIOMEDICAL WASTE) નો આડેધડ જોખમી રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. બાયોમેડિકલ વેસ્ટ ભરેલા કોથળામાં તપાસ કરતા તેમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્યૂમેન્ટ્સ મળી આવ્યા હતા. જે મામલે પાલિકાને જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડીને સ્થળ પર આવ્યા હતા. અને બાદમાં આ અંગે જીપીસીબી વિભાગમાં જાણ કરવામાં આવી હતી. આ મામલે પાલિકા તંત્ર દ્વારા હોસ્પિટલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરતા હોસ્પિટલને 30 દિવસ પછી સુધારો ના થાય ત્યાં સુધી બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇને બાયોમેડિકલ વેસ્ટનું મનફાવે તેમ નિકાલ કરતા એકમોમાં ફફડાટ પેંસી જવા પામ્યે છે.
જાણ થતા અધિકારીઓ પહોંચ્યા
વડોદરાના આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ સામે સ્ટર્લિંગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે. તાજેતરમાં આ હોસ્પિટલસના ડોક્યૂમેન્ટ્સ સાથેના બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ ગોત્રી ગાર્ડન નજીક કરવામાં આવ્યો હતો. આ અંગે પાલિકાને જાણ થતા અધિકારીઓ પહોંચ્યા હતા, ત્યાર બાદ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જેની તપાસમાં સ્ટર્લિંગ એડ લાઇફ ઇન્ડિયા પ્રા. લી. દ્વારા બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
દાખલ દર્દીની જવાબદારી હોસ્પિટલ ની રહેશે
જે બાદ પાલિકા તંત્ર દ્વારા હોસ્પિટલને સુવિધાનું સંચાલન 30 દિવસ બાદ સુધારો ના થાય ત્યાં સુધી બંધ કરવા માટે આદેશ કર્યો છે. ઉપરાંત 30 દિવસ પછી વિજ પુરવઠો બંધ કરવા માટેના આદેશો આપ્યા છે. તેમજ નવા દર્દીઓને દાખલ નહીં કરવા માટે પણ જણાવ્યું છે. સાથે જ દાખલ દર્દીની જવાબદારી હોસ્પિટલ ની રહેશે, અને તેમને 30 દિવસમાં અન્યત્રે ખસેડવા જણાવ્યું છે. જેને પગલે બાયોમેડિકલ વેસ્ટનો મુદ્દો હળવાશથી લેતા એકમોમાં ભારે ફફડાટ પેંસી ગયો છે. હવે સ્ટર્લિંગ હોસ્પિટલના મામલે આદેશનું કેવી કડકાઇથી પાલન થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો ---- VADODARA : વિશ્વામિત્રી નદીમાં મહિલાએ ભૂસકો માર્યો, સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ મુકાઇ