ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : તલાક લખેલી ટપાલ મોકલનાર પતિ સામે ફરિયાદ

VADODARA : ફરિયાદ નોંધાયાના વીસેક દિવસ પહેલા પરિણીતાના સસરાનો તેના પિતા પર ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારી દિકરી સારી નહીં થાય
11:22 AM May 08, 2025 IST | PARTH PANDYA
VADODARA : ફરિયાદ નોંધાયાના વીસેક દિવસ પહેલા પરિણીતાના સસરાનો તેના પિતા પર ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારી દિકરી સારી નહીં થાય

VADODARA : વડોદરા (VADODARA) ના કુંભારવાડા પોલીસ મથક (KUMBHARWADA POLICE STATION) માં મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાના પતિએ તેણીને ત્રિપલ તલાક લખેલો પત્ર મોકલ્યો હતો. જે બાદ તેણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિણીતાની સારવાર વડોદરા ખાતે ચાલી હતી

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં રહેતી યુવતિના લગ્ન આણંદ ખાતે થયા હતા. લગ્ન બાદ પરિણીતાને તાવ આવતા તેની બે દિવસ સારવાર કરાવવામાં આવી હતી. ત્યાર બાદ તેના પતિ ઉશામા આરીફ વ્હોરા (રહે. આણંદ) તેને વડોદરા ખાતે મુકી ગયો હતો. આ કિસ્સો વર્ષ 2023 - ડિસે. નો છે. ત્યાર બાદ પરિણીતાની સારવાર વડોદરા ખાતે ચાલી હતી. તે દરમિયાન પતિ ઉશામા તેની ખબર કાઢવા માટે આવતો હતો.

તલાક તલાક તલાક નો પત્ર મોકલી આપવામાં આવ્યો

પરંતુ વિતેલા 8 મહિનાથી ઉશામાએ પોતાની પત્નીનું કોઇ ધ્યાન રાખ્યું નથી. વીસેક દિવસ પહેલા પરિણીતાના સસરાનો તેના પિતા પર ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, તમારી દિકરી સારી નહીં થાય. આપણે સગા સંબંધીને ભેગા કરીને છુટ્ટુ કરી દઇએ તેમ જણાવ્યું હતું. આ ઘટનાના થોડાક દિવસ બાદ પરિણીતાના પિયરમાં એક પત્ર ટપાલ મારફતે મોકલવામાં આવ્યો હતો. જેમાં પતિએ પત્નીને ત્રણ તલાક આપું છું તેમ લખ્યું હતું, આમ, તલાક તલાક તલાક નો પત્ર મોકલી આપવામાં આવ્યો હતો.

આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --- VADODARA : બે મહિલા ખાબક્યા બાદ ભૂવો વિસ્તર્યો, બુમાબુમ થતા લોકો દોડ્યા

Tags :
bycomplaintfilledGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshusbandLatterpolicesenttalaqVadodara
Next Article